Abtak Media Google News

મોરબી અને ટંકારા પંથકમાં વધુ બે સ્થળોએ અકસ્માત સર્જાયા છે જેમાં બંને અકસ્માતમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે અકસ્માતના પ્રથમ બનાવમાં મોરબીના વિસીપરાની મદીના સોસાયટીના રહેવાસી અસલમભાઈ અયુદીનભાઈ કટીયાએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી મોટરસાયકલ નં જીજે ૦૩ એચએમ ૧૨૩૩ ના ચાલકે મોટરસાયકલ પુરપાટ વેગે ચલાવી ફરિયાદી ચાલીને જતા હોય જેને ઠોકર મારી ફેકચર જેવી ઈજા પહોંચાડી છે.

જયારે ટંકારામાં સર્જાયેલ અકસ્માતમાં ફરિયાદી કેશુભાઈ ચંદુભાઈ ભાગિયાએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ફીગો કાર નં જીજે ૦૩ જે એલ ૬૩૮૪ ના ચાલક ચિરાગ અશોકભાઈ શાહે કાર પુરઝડપે ચલાવી ફરિયાદીના મોટરસાયકલ સાથે ભટકાડી બંને પગે ફેકચર જેવી ઈજા પહોંચાડી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.