Abtak Media Google News

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામે પાવર હાઉસ નજીકથી બાઇક પર પસાર થઈ રહેલા યુવકને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવકને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-નવલખી રેાડ, સેંટમેરી ફાટક પાસે, રણછોડનગર નજીક, લાયન્સનગર વિસ્તારમાં રહેતા ૪૩ વર્ષીય ક્રિષ્નાભાઇ હજારીસિંગ પોતાનું બાઈક લઈને લાલપર ગામ નજીક આવેલા પાવર હાઉસ પાસેથી ગત શનિવારના સાંજના સમયે પસાર થઈ રહ્યો હતો ત્યારે કેાઇ અજાણ્યા વાહનચાલકે તેના બાઈકને હડફેટે લેતાં ગંભીર ઇજાઓ સાથે ક્રિષ્નાભાઇને સારવાર માટે અહીંની સિવિલે ખસેડાયો હતો. અહીં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે ક્રિષ્નાભાઈને રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે. મોરબી તાલુકા પોલીસ મથકના હેડ કેાન્સ્ટેબલ જે.જી. ઝાલાએ આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.