પશ્ર્ચિમ બંગાળ અને ઓરિસ્સાના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનાં મૃતકોને મોરારિબાપુ દ્વારા ચાર લાખ રૂપિયાથી વધુ રકમની સહાય

તાજેતરમાં પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના અનેક જિલ્લાઓમાં અમ્ફાન નામક વાવાઝોડાથી અલ્કપનીય તારાજી સર્જાઈ છે. બંને રાજ્યોના અનેક લોકો મૃત્યુ પણ પામ્યા છે. આ બંને રાજ્યોના મૃતકો જેની સંખ્યા હાલમાં ૮૫ જેટલી થવા જાય છે. તેમના પરિવારજનોને શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે મોરારિબાપુ દ્વારા પ્રત્યેકને રૂપિયા પાંચ-પાંચ હજારની તત્કાલ સહાય મોકલવામાં આવનાર છે. બંને રાજ્યોમાં આ વાવાઝોડાથી યેલા નુકશાન અને મૃત્યુની હજુ વધુ વિગતો મેળવાઈ રહી છે. તે વધશે તો તે પ્રમાણે વધુ સહાય પણ રામકાના કોલકત્તા સ્થિત શ્રોતાઓ દ્વારા પહોંચાડવામાં આવશે. અત્યાર સુધીની આ સહાયની રકમ રૂપિયા ચાર લાખ પચીસ હજાર વા જાય છે. તેમ જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવાયું છે.

Loading...