Abtak Media Google News

૨૦ વર્ષથી બિનવારસુ મૃતદેહના અગ્નિ સંસ્કાર કરે છે

પીપીઈ કિટ પહેરી કરાય છે અંતિમ સંસ્કાર

મોક્ષ ફાઉન્ડેશનની નવી પહેલ અન્ય સેવા સંસ્થા માટે પ્રેરણારૂપ

કોરોનાના વાઈરસના નામથી લોકો દૂર ભાગી જાય છે. ત્યારે કોરોના દર્દીનો મૃત્યું થાય ત્યારે પરિવારની ચિંતા વધવી સ્વાભાવિક છે. સાથે સાથે નિયમ મુજબ સંબંધીઓને નજીકમાં પણ આવવા દેવામાં આવતા નથી. તેવામાં  જામનગરના મોક્ષ ફાઉન્ડેશનના સભ્યો આવા સંજોગોમાં ખાસ કિટ પહેરીને મૃતદેહોના વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરે છે.

કોરોના વૈશ્વિક મહામારીમાં રોજ નવા દર્દીઓની સંખ્યા વધી છે સાથે સાથે મોતનો આકડો પણ વધી રહ્યો છે. જામનગરમાં કોરોનાના દર્દીઓના મૃત્યુ બાદ મૃતકના અંતિમ સંસ્કાર કરતી એક સંસ્થા છે. શહેરની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓના મોત બાદ પરિવારજનો મૃતદેહ પણ લેવા ન આવતા જિલ્લા વહીવટીતંત્ર મુશ્કેલીમાં મૂકાયું હતું. જે અનુસંધાને મોક્ષ ફાઉન્ડેશનના  મેનેજિંગ ડિરેક્ટર જામનગરના સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વિક્રમસિંહ ઝાલાએ બિનવારસું મૃતદેહની અંતિમ ક્રિયા કરવાનું  ઉમદા કાર્ય કરે છે તેમણે કોવિડથી મૃત્યુ પામેલા દર્દીઓના અંતિમ સંસ્કારનું બીડું ઝડપ્યું છે.

જામનગરનું મોક્ષ ફાઉન્ડેશનના સભ્યો દ્વારા અત્યાર સુધીમાં ૧૫૦૦ જેટલી બિનવારસુ  મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. મોક્ષ ફાઉન્ડેશનના સભ્યો પીપીઈ કીટ પહેરી જે તે સ્મશાનમાં દર્દીની બોડી લઈ જાય છે અને ત્યાં જે તે ધર્મના રિવાજ પ્રમાણે આ મૃતદેહના અંતિમ સંસ્કાર કરે છે.

મોક્ષ ફાઉન્ડેશનના મેનેજિંગ ડિરેક્ટર વિક્રમસિંહ સાથેની વાતચીતમાં જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા ૨૦ વર્ષથી બિનવારસુ મૃતદેહના અંતિમ સંસ્કાર કરી રહ્યા છે. ખાસ કરીને ગરીબ દર્દીનું મોત થતાં તેમના પરિવારને મોતના સમયે પણ મોક્ષ ફાઉન્ડેશન તમામ પ્રકારની મદદ કરે છે.

મોક્ષ ફાઉન્ડેશન દ્વારા જામનગરની જી. જી.હ ોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને તમામ પ્રકારની મદદ કરવામાં આવી રહી છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે જામનગરની જી.જી હોસપીટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ હોવાથી અહીં સૌરાષ્ટ્રભરના દર્દીઓ સારવાર અર્થે આવતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.