Abtak Media Google News

રાફેલ, જીએસટી, નોટબંધી સહિતનાં મુદાઓને વિસરી દેશની જનતાએ મુકયો મોદી પર ફરી વિશ્ર્વાસ: વિપક્ષોની એકતા હવે કેટલા દિવસ ટકશે?

લોકસભાની ૫૪૩ પૈકી ૫૪૨ બેઠકો માટે અલગ-અલગ ૭ તબકકામાં યોજાયેલા મતદાન બાદ આજે હાથ ધરવામાં આવેલી મતગણતરીમાં દેશની ૧૩૦ કરોડની જનતાએ કુશળતા દાખવતા ફરી એક વખત ભાજપને સ્પષ્ટ બહુમતી સાથે દિલ્હીની ગાદી સોંપી છે. વિપક્ષો પર નરેન્દ્ર મોદીએ જાણે સર્જિકલ સ્ટ્રાઈક કરી હોય તેવું દેખાઈ રહ્યું છે. પાંચ વર્ષ સુધી વિપક્ષનાં નેતા પદથી વિહોણા કોંગ્રેસને આ વખતે પણ વિપક્ષી પદ ન મળે તેવું પરિણામ આવ્યું છે. રાફેલ વિમાન મામલે વડાપ્રધાન પર આડેધડ આક્ષેપો કરી દેશભરમાં ચોકીદાર ચોર હૈ નું સુત્ર વહેતું કરનાર કોંગ્રેસને દેશની જનતાએ તમાચો માર્યો હોય તેમ આજે ચુંટણી પરિણામમાં મોદી ચોકીદાર ચોર નહીં પણ સરતાજ સાબિત થયા છે. વોટ શેર મામલે પણ ભાજપે ૩૫ વર્ષ જુના રેકોર્ડને ઘ્વસ્ત કરી નાખ્યો છે. ૨૦૧૪ની સરખામણીએ ભાજપને વધુ બેઠકો મળી છે સાથો સાથ એનડીએની પણ પ્રગતિ થઈ છે. ટુંકમાં મોદીનાં ભ્રષ્ટાચાર અને કૌભાંડ મુકત શાસનને દેશની જનતાએ ફરી સિકકો મારી સ્પષ્ટ મેન્ડેટ આપી દીધું છે. દેશનાં ૬ રાજયોમાં કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું નથી.

વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્રભાઈ મોદીએ ૫૦૦ અને ૧૦૦૦ની નોટ બંધ કરી નોટબંધી લાદી હતી જેનાથી સતત ૬ મહિના સુધી દેશવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો જેની કળ વડે તે પૂર્વે જ જીએસટી લાગુ કરી દેવામાં આવતાં દેશભરમાં વેપાર-ધંધા પડી ભાંગ્યા હોય તેઓ આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. પુલવામાં આતંકી હુમલા બાદ આતંકને પોસતા પાકિસ્તાનમાં ઘુસી આતંકી કેમ્પો પર જાબાઝ સૈનિકો દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈક પર પણ કોંગ્રેસ સહિતનાં વિરોધ પક્ષોએ સવાલ ઉઠાવ્યા હતા જેને લોકસભાની ચુંટણીમાં દેશની જનતાએ બરાબરનો જવાબ આપ્યો છે. રાફેલ વિમાનની ખરીદીમાં કોઈપણ ભ્રષ્ટાચાર કે કૌભાંડ થયું ન હોવાનું ખુદ સુપ્રીમ કોર્ટે કલિન ચીટ આપી હોવા છતાં કોંગ્રેસે મોદી સામે ચોકીદાર ચોર હૈનું અભિયાન ચલાવ્યું જેની સામે ભાજપે મેં ભી ચોકીદારનું અભિયાન છેડયું હતું જેને ધારી સફળતા મળી છે.

નોટબંધી, જીએસટી, રાફેલ, એરસ્ટ્રાઈક, ચોકીદાર ચોર હૈ સહિતનાં વિપક્ષનાં તમામ મુદાઓને દેશની સાણી જનતાએ રિતસર ફગાવી દીધા છે અને ફરી એક વખત શાસન ધુરા નરેન્દ્ર મોદીને આપી છે. સતત બીજી વખત સ્પષ્ટ બહુમતી સાથે દેશની શાસન ધુરા સોંપી છે. પ્રથમ વખત દેશમાં એવો માહોલ જોવા મળ્યો હતો કે, લોકસભાની તમામ બેઠકો પર વિપક્ષ સાથે મળીને મોદી સામે લડી રહ્યો હોય છતાં રાજનીતિમાં કુશળ એવી ભારતની જનતાએ પ્રચંડ જનાદેશ આપ્યો છે. તમામ મુદાઓ માત્ર ચુંટણીનાં જુમલાઓ જ સાબિત થયા છે. મોદીએ જયાં-જયાં સભા સંબોધી ત્યાં-ત્યાં ભાજપનો વિજય થયો. ઉતરપ્રદેશમાં સૌથી મોટા ગઠબંધનને પણ ધારી સફળતા ન મળી જે સાબિત કરે છે કે, દેશની જનતાએ માત્રને માત્ર વિકાસની રાજનીતિને સ્વિકારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.