Abtak Media Google News

શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ અને મ્યાનમાર સહિતના દેશોમાં એલએનજી અને સીએનજી આધારીત પાવર પ્લાન્ટ સપવા વિવિધ કરાર થયા.

શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, અફઘાનિસ્તાન, મ્યાનમાર અને માલદીવ સહિતના પાડોશી દેશો સો સબંધો મજબૂત બનાવી મોદી એશિયામાં પાવર ગેમની કુટનીતિ કરી રહ્યાં છે. આ તમામ દેશોમાં વિવિધ પ્રોજેકટ સપી એનર્જી મેળવવાનો ધ્યેય મોદી સરકારનો છે. હાલ વિશ્ર્વમાં એનર્જી જ સૌથી મોટી તાકાત બની રહી છે. અમેરિકા, રશિયા, ચીન અને જાપાન સહિતના દેશો એનર્જી મેળવવા મામણ કરે છે. ત્યારે ભારત પણ એનર્જી ક્ષેત્રમાં પાછળ રહેવા ની માંગતુ અને પાડોશી દેશોના પ્રોજેકટો સપી રહ્યું છે.

મોદી સરકારે શ્રીલંકાને એલએનજી અને સીએનજીના ઉત્પાદનમાં મદદ કરવાનો નિર્ધાર કર્યો છે. કોલંબો નજીક જાપાનની મદદી એલએનજી ટર્મીનલ સપવા કરાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બાંગ્લાદેશમાં પણ ભારત સરકાર ગેસના ઉત્પાદન ઉપર પુરતુ ધ્યાન આપી રહી છે. બાંગ્લાદેશમાં ભારત સરકારે એલએનજીના ઉત્પાદન અને પ્રક્રિયા માટે બે પાવર પ્લાન્ટ સપ્યા છે.

આ ઉપરાંત નેપાળમાં પણ મહાકાય ડેમનું નિર્માણ કરી ઉર્જા મેળવવા અને એકઠી કરવાનો પ્રયાસ મોદી સરકારે કર્યો છે. મ્યાનમારમાં પણ પાવર પ્રોજેકટ સપવા કરાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત એશિયામાં નિયંત્રણ રાખવા ચાબહાર પોર્ટનો ઉપયોગ પણ મોદી સરકાર સારી રીતે કરી શકશે તેવું માનવામાં આવે છે. ઉર્જા ક્ષેત્રે મોદી સરકારની કૂટનીતિ ખૂબજ મહત્વની માનવામાં આવી રહી છે.

નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ, મ્યાનમાર સહિતના દેશોમાં એલએનજી અને સીએનજી આધારીત પાવર પ્લાન્ટ સપવા મોદી સરકારે વિવિધ કરાર કર્યા છે. સ્વચ્છ ઉર્જા સબંધી કાર્યવાહીમાં અગાઉ વૈશ્ર્વિક સમુદાયે મોદી સરકારના કલીન એનર્જીના ભરપેટ વખાણ કર્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.