રસીની રસાખેંચ વચ્ચે ભાવમાં ‘તોલ મોલ કે બોલ’માં મોદીની માસ્ટરી, રોગચાળાના ભય વચ્ચે પ્રજાને લૂંટવાનો પરવાનો કોઈ ને ન મળી જાય તે માટે સરકાર સતર્ક…!!

કોરોનાની મહામારીનો ભય બતાવીને દુનિયામાં અબજો રૂપિયાનો ધંધો રળવા ટાંપીને બેઠેલા ‘ગીઘડા’ની કારી ન ફાવવી જોઈએ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ચીનની હરીફાઈમાં ભારતનું કદ વિરાટ બન્યું

કોરોના મહામારી સામે ઝઝૂમતા વિશ્વ માટે અત્યારે કોરોના ની રસી સંજીવની જેવું મહત્વ ધરાવે છે ત્યારે કોરોના ની રસી વેચવા માટે શરૂ થયેલી રસીની રસાખેચ માં ભારત સરકારે સાવચેતીનું વલણ અખત્યાર કર્યું છે તેમાં રસી ના ભાવ માટે તોલ મોલ કે બોલ અને ભાવ બાંધણાની વેપારી નીતિમાં પ્રધાન નરેન્દ્ર મોદીની માસ્ટરી અત્યારે દેશના નાગરિકો માટે સુરક્ષા કવચ જેવું કામ કરી રહી છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણે રસીબનાવતીકંપનીઓમાં અત્યારે વધુમાં વધુ વેપાર માટે હરીફાઈ શરૂ થઇ છે અને રસી નો એક ડોઝ વધુમાં વધુ પૈસે વધુમાં વધુ સંખ્યામાં કેમ વેચાય તે માટે માર્કેટિંગ ચાલી રહી છે તેવા સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે રસી બનાવતી કંપનીઓ સાથે ભાવ અને વ્યાજબી ભાવે  રસી આપવાની વાટાઘાટો ચલાવતા રસી બનાવતી કંપનીઓ માં ભય ફેલાઇ ગયો છે વળી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચીનના ગ્રાહક દેશોમાં પણ ભારતની વ્યાજબી ભાવની રસી ની માંગ વધી છે તેવા સંજોગોમાં ચીન અને ભારત પણ વેપાર મુદ્દે સામસામે આવી ગયા છે અત્યારે સમગ્ર વિશ્ર્વમાં કોરોનાની મહામારી નો જે ભય ફેલાયો છે તેની સામે કોરોના ની રસી ની પુષ્કર માંગ ઊભી થઈ છે  આ પરિસ્થિતિમાં જે કંપનીની રસી બજારમાં આવશે તેની ખૂબ જ માંગ અને વેપાર થશે તે હકીકત વચ્ચે કંપનીઓ પણ ગરજ ના ભાવ લેવા માટે તૈયાર થઈ ગઈ હોય તેમ મડદા પર ગીધડા જેવી રીતે મંડરાતા હોય તેવી જ રીતે અત્યારે દવા બનાવતી કંપનીઓને કોરોના ની રસી માં સમાવી લેવાની તક દેખાઈ રહી છે તેવા સંજોગોમાં ગરજ ના ભાવ અને ભયજનક પરિસ્થિતિમાં પ્રજાને લૂંટવાનો કોઈ કંપનીને પરવાનો ન મળે તે માટે કેન્દ્ર સરકારે સતર્કતા હાથ ધરીને કંપનીઓ સાથે વ્યાજબી ભાવે ડોઝ આપવાની વાત ચિતાં કરીને કંપનીઓને મૂંઝવી દીધી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સંપત્તિના રખેવાડી અને ખરીદી માં ખૂબ જ પ્રકારનો અભિગમ ધરાવે છે ત્યારે કોરોના ની આરતી ના રોજ પણ લોકોને વ્યાજબી ભાવે મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તોલ, મોલ કે બોલની રણનીતિ યે કંપનીઓને મૂંઝવી દીધી છે સાથે સાથ ચીનના ગ્રાહક દેશો પણ ભારત પાસેથી રસી લેવા માટે આગળ આવી રહ્યા છે તેવા સંજોગોમાં ડ્રેગનને પણ ભારતની પ્રજાલક્ષી અભિગમની નીતિ મૂંઝવી રહી છે રસીના ડોઝ વ્યાજબી ભાવે  પ્રજાને મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો ખરા અર્થમાં રાજ ધર્મની પ્રતીતિ કરાવે છે

Loading...