Abtak Media Google News

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કોંગ્રેસે રાજનીતિ કરવામાં કંઈ બાકી રાખ્યું નથી: કોંગ્રસવાળા કહે છે કે, સરદાર અમારા હતા પણ આજસુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીએ કોઈ કોંગ્રેસીએ માથુ ટેકવ્યું નથી: અમરેલીમાં જંગી ચૂંટણીસભા સંબોધતા વડાપ્રધાન: કોંગ્રેસ પર આકરા પ્રહારો

ગુજરાતમાં બે દિવસના ચુંટણી પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદ ખાતે જંગી ચુંટણીસભા સંબોઘ્યા બાદ આજે સવારે અમરેલી ખાતે ચુંટણીસભા સંબોધી હતી. જેમાં કોંગ્રેસ પર તેઓએ આકરા પ્રહારો કર્યા હતા.

સાથોસાથ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં દેશના એક પણ ખુણામાં આતંકવાદી હુમલો થયો નથી. ઘરમાં ઘુસીને પાકિસ્તાનનો ખેલ પાડયોને? આ સરકાર મર્દ સરકાર છે. કોંગ્રેસવાળાઓ હંમેશા એવું કહે છે કે, સરદાર અમારા હતા પરંતુ અફસોસ આજ સુધી એક પણ કોંગ્રેસી નેતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે માથુ ટેકવવા આવ્યા નથી. એટલું જ નહીં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રાજનીતિ કરવામાં કોંગ્રેસે કંઈ બાકી રાખ્યું નથી. આજે અમરેલીની ચુંટણીસભામાં વડાપ્રધાને ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજભાઈ મહેતાથી લઈ તમામ નેતાઓને યાદ કર્યા હતા.

તેઓએ અમરેલીની ફોરવર્ડ હાઇસ્કૂલના ચૂંટણીસભા સંબોધતા જણાવ્યું હતું કે, રાજકારણના આંટાપાટા અને ગલિયારોમાં જવાનો પણ વિચાર નહોતો. ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ મહેતાની ધરતી છે, આશિર્વાદ લેવા આવ્યો છું. મોદીએ લોકોને કહ્યું પાંચ વર્ષમાં દેશના એકેય ખૂણામાં બોમ્બ ધડાકા થયા છે? આવું કહીને મોદી શું પુલવામાનો હુમલો ભૂલી ગયા કે શું તેવા સવાલો લોકોમાં ઉભા થયા છે. કોંગ્રેસવાળા કહે છે કે સરદાર અમારા પરંતુ હજી કોઇએ માથું ટેકવ્યું નથી, નમન કરી આવો સંસ્કાર સુધરશે. આવું કહી મોદીએ પરેશ ધાનાણી પર આડકતરો પ્રહાર કર્યો હતો. ધાનાણીએ જે તે વખતે સરદાર પટેલના સ્ટેચ્યુને ભંગારનો ભુક્કો કહ્યો હતો.

અમરેલી ક્યારેય પાછું ન પડે, કાલે હનુમાન જયંતિ છે, તૈયારીમાં હસોને? સૌરાષ્ટ્રની ધરતી બાપા બજરંગદાસ બાપાની ધરતી છે. તમારા બધાના આશીર્વાદ લેવા આવ્યો છું. ભુરખિયા હનુમાનના દર્શન કરવા લ્હાવો છે. સારંગપુર જાય કે ભુરખિયા જાય હનુમાનજીનો સંદેશો એક જ છે સેવા. જલારામબાપાના ગુરુ સંત ભોજલરામ બાપા, અહીંયા આવીએ એટલે એની યાદ આવે.

એકબાજુ પાલનપુર અને બીજી બાજુ અમરેલી. કવિઓની આ ધરતીને નમન કરું છું. શાયરોના કવિઓના નામ પૂરા થાય એમ જ નથી. ૨૦૦૧થી મારી નવી જિંદગીની શરૂઆત થઇ જે ગલીમા ક્યારે જવાનો વિચાર નહોતો એ રાજકારણમાં પગ મુક્યો, ભૂકંપ પછી મારી શરૂઆત થઇ. સૌથી લાંબો સમય ગુજરાતની સેવાનો મોકો મને મળ્યો, સુખદ અનુભવ હતો કે આટલા સમય પછી પણ તમે મને ભારે હૈયે વિદાય આપી. ગત બે દાયકામાં અમરેલીની સામાજીક, રાજકીય, સંસ્કૃતિની કોઈ ઘટના નથી કે એમાં મને સાક્ષી ન બનાવ્યો હોય. આ પ્રેમ ઓછો નથી પ્રેમના કારણે જ તમને હકથી કહી શકો.

તમારા દિલમાં એક ભાવ રહ્યો કે નરેન્દ્રભાઈ દૂર તો નહીં જાયને? દિલ્હીની દુનિયા ગમે તેટલી મોટી હોય મોટા લોકોને મળતો હોય ભારતની ચર્ચા વિશ્વ આખામાં થાય ત્યારે એમ થાય કે ગુજરાતે મને શીખવ્યું એટલે કરી શક્યો. ગુજરાતે મારું લાલન પાલન કર્યું છે. દુનિયાની મોટામાં મોટી તાકાત સામે સામી છાતીએ લડ્યો છું. હિન્દુસ્તાનભરને એ વિચારવા મજબૂર કર્યો કે જેને લાંબો સમય ગુજરાત સાંભળ્યું એ દેશ સંભાળશે તો દેશને જાહો જહાલી કરાવશે. લોકો કહેતા સાહેબ સાચવજો. આજે હું જે કંઈ છું તે આપને આભારી છું. મારે મન આજની સભા ચૂંટણી સભા નથી.

પાણી વગર કચ્છ-કાઠિયાવાડ તરસતું હતું. કોંગ્રેસ પાસે પાણી આપો આપો કરતા હતા. ૪૦ વર્ષ પહેલાં સરદાર સરોવર યોજના પૂરી થઇ હતો તો ગુજરાત રંગેચંગે હોત. ૪૦ વર્ષમાં પાણી માટે જે બજેટ ખર્ચ કર્યું એ બીજા કામમાં કરી શકત કે નહીં? સરદાર સરોવર યોજના રોકવાનું કામ કોંગ્રેસના રાજકારણે કર્યું છે જેને ગુજરાતને તરસ્યું રાખ્યું એને ક્યારે માફ ન કરાય. દિલ્હીમાં જઇ ૧૭માં દિવસે બંધ બાંધવાના કામને મંજૂર કરી દીધું, આજે પાણી પહોંચી ગયું. હું કહું છું ૨૬માંથી ૨૬ કમળ તમારી પાસે માંગુ છું, મને માંગવાનો હક છે કે નહીં? સરદાર સાહેબનો દેશ પર કર્જ છે.

અંગ્રેજો તોડી જવાના હતા. ગુજરાતના આ લોખંડી પુરુષ બધાને એક કર્યા ત્યારે આપણે ભારત માતા કી જય બોલી છીએ. તેનું કર્જ ચૂકવું પડે કે નહીં? હું સાઉથ કોરિયા ગયો એટલે પાકિસ્તાનને એમ કે મોદી કંઈ કરશે નહીં. પાકિસ્તાનને એમ થયું કે મોદી ગુજરાતનો છે એટલે પાકિસ્તાને દરિયાઈ સીમામાં સુરક્ષા વધારી હતી. વિનાશ કરી નાખ્યો કે ન કરી નાખ્યો? સુપડાસાફ કરી નાખ્યા કે ન કરી નાખ્યા.

૫ વર્ષમાં દેશના એક પણ ખૂણામાંથી બોમ્બનો અવાજ આવ્યો છે? કોઈ નિર્દોષ લોકો ઘવાયો છે? કોઈ પત્નીએ પોતાનો પતિ ગુમાવ્યો છે? કોઈ બહને પોતાનો ભાઈ ગુમાવ્યો છે? આને સેવા કહેવાય કે નહીં? ઉરીનો બદલો મોદીએ લીધો કે નહીં? સર્જીકલ સ્ટ્રાઈક કરી કે ન કરી? ઘરમાં ઘૂસી પાકિસ્તાનનો ખેલ પાડ્યો કે ન પાડ્યો? આ મર્દ સરકાર છે.

અઋજઙઅનો કાયદો જવાનોને રક્ષા કવચ આપે છે, કોંગ્રેસે રક્ષા કવચ હટાવવાની વાત કહી હતી. સરદાર સાહેબના આત્માને જેટલું દુ:ખ પહેલા ક્યારેય નહીં પહોંચ્યું હોય એનાથી વધારે દુ:ખ કોંગ્રેસના આ વખતના ઢકોસલાપત્ર દ્વારા પહોંચ્યું છે. રોજના સરેરાશ ૧૦-૧૨ હજાર લોકો સરદાર સાહેબના સ્ટેચ્યુને નમન કરવા આવે છે. આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ બન્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ તેના પર પણ રાજનીતિ કરવાનું બાકી રાખ્યું નથી. કોંગ્રેસે રાષ્ટ્રદ્રોહ કાયદો ખતમ કરવાની વાત કરી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.