મોદીનો પાંચ ટ્રિલીયન ઇકોનોમીનો સંકલ્પ દેશની કાયાપલટ કરી નાંખશે?

190
modis-five-trillion-economy-will-transform-the-country
modis-five-trillion-economy-will-transform-the-country

વેપાર-ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા, માર્કેટના વિકાસમાં બાધારૂપ નિર્ણયો દૂર કરવા, જીડીપી દર ઉપર લાવવા સહિત મુદ્દાઓ પર વડાપ્રધાન મોદીએ નાણા સહિત પાંચ મહત્વના મંત્રાલયો તથા નીતિ આયોગના અધિકારીઓ સાથે બેઠક યોજી

તાજેતરમાં કેન્દ્રમાં બીજી વખત સત્તારૂરૂઢ થયેલી મોદી સરકારે વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા, માર્કેટમાં વિકાસ માટે બાધારૂપ નિયમોને દૂર કરવા, ખેડૂતોની આવક બમણી કરવા, દરેક પાણી, ઈલેકટ્રીસીટી આપવા તથા જીડીપી દરને વધારવા નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે દરેક મંત્રાલયો અને ખાસ કરીને નાણા મંત્રાલયને આગામી ૧૦૦ દિવસનો એજન્ડા તૈયાર કરવા તાકિદ કરી હતી.

આગામી પાંચ વર્ષમાં પાંચ ટ્રીલીયનના ર્અતંત્રના લક્ષ્યાંકને પહોંચી વળવા નાણા મંત્રાલય દ્વારા વડાપ્રધાન મોદીએ નાણા સહિતના પાંચ મંત્રાલય તથા નીતિ આયોગના ઉચ્ચ અધિકારીઓ સાથે વડાપ્રધાન મોદીએ ગઈકાલે બેઠક યોજી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના ૧૦૦ દિવસના એજન્ડા મુદ્દે સચિવો સો ગુફતગુ કરીને સરકારના ૧૦૦ દિવસના એજન્ડાને આખરી ઓપ આપવાની કવાયત હાથ ધરવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ તેમની સરકાર માટે પાંચ વર્ષમાં ર્અતંત્રને ૫ ટ્રિલિય ડોલરનું કદ આપવાનું  લક્ષ્ય આપ્યું હતું. ત્યારે આ કામ જેમ બને તેમ જલ્દી પૂરું થાય તે માટે આયોજનની રૂપરેખા માટે ચક્રોગતિમાન કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિચારોના સમક્ષ થતા તેની ફળશ્રુતિને  સરકારમાં પરીવર્તીત કરવા માટેના અમુલ માટે પૂર્વ તૈયારીઓને હોમવર્ક અને સુદ્રઢ આયોજન માટે જાણીતા છે. ત્યારે તમેની બીજી ટર્મની સરકારના વિકાસના અભિયાનને વધુમાં વધુ પરિણામલક્ષી બનાવી વહીવટી તંત્રને ગતિશિલતા અને ર્અતંત્રની ઉન્નતિ માટે તૈયારીઓ આરંભી દીધી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે નાણા વિભાગના ઉચ્ચ સનદી અધિકારીઓને અને અન્ય મંત્રાલયના સચિવો સાથે  સરકારના ૧૦૦ દિવસના એજન્ડા અને ર્અતંત્રની ઉન્નતિ, રોજગાર નિર્માણ જેવા મુદ્દે વડાપ્રધાન નિવાસ સને બોલાવી હતી જેમાં નાણા વિભાગના પાંચ સચિવો નિતી આયોગના પાંચ અધિકારીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્તિ રહ્યાં હતા. નિશ્ર્ચિત સમય મર્યાદામાં ર્અતંત્રને ૫ ટ્રિલિયન ડોલરનું કદ આપવા માટેનો વિચાર વિમર્શ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર માટે મહત્વકાંક્ષી યોજનાઓમાં ખેડૂતોની આવક બમણી કરવા, વડાપ્રધાન કિશાન, પ્રધાનમંત્રી આવાસ યોજના, તમામ ઘરમાં પાણીના નળ, તમામ ઘરમાં વિજળી, ખેતી ક્ષેત્રના વિકાસ માટે મુળભૂત સુધારા, ખાનગી સંસઓના ઉધાર સરળ ધિરાણી પરિવહન અને ખેતીના ઉત્પાદનોના વેંચાણમાં સરળતા જેવા મુદ્દે ચર્ચા કરીને ર્અતંત્રની ઉન્નતિ માટે સરકારે પ્રયત્નશીલ બની છે. સરકારે ૨૦૧૮-૧૯ના સૌથી નીચા જીડીપીના ૬.૮ના દરના વિકાસ માટે પણ ગંભીરતાી પગલા ભરવાનું નક્કી કર્યું છે. નબળું વરસ, ઘરેલું ઉત્પાદન જેવી નકારાત્મક બાબતો સામે ૨.૦ સરકાર સામે અસરકારક પગલા ભરવા તૈયાર થઈ છે. નાણામંત્રી સીતારામન દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં પણ ર્અતંત્રને પીઠબળ આપવાનો અભિગમ મુખ્ય રહેશે. બેન્કિંગ ક્ષેત્રની એનપીએ સમસ્યા, રોકડની ખેંચ, રોજગાર સર્જન, ખાનગી રોકાણ-નિકાસની સમસ્યાના નિવારણ માટે સરકાર ગંભીર બની છે. દેશમાં બેરોજગારીના દર ૪૫ વર્ષી ટોચે ૬.૧ ટકા સુધી અદ્ધર પહોંચી ગયો છે. ત્યારે વડાપ્રધાને આ તમામ નકારાત્મક પરિબળોને કાબુમાં રાખી અર્થતંત્રની ઉન્નતિ અને સુદ્રઢતા માટે ૧૦૦ દિવસના એજન્ડા માટે ચર્ચા કરી હતી.

 

Loading...