Abtak Media Google News

મીશન ૧૦૦ ગીગા વોટ પાવર માટે કોર્પોરેટ કંપનીઓને કામે લગાડતા મોદી

સોશીયો-ઈકો-પોલીટીકલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ એક ઉચ્ચસ્તરે ઉભરી આવ્યું છે. ભારતમાં કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોવાી દેશમાં ‘મોદી પાવર’ તો છે પણ આ પાવરને સુપર પાવર સુધી પહોંચાડવા પીએમ મોદી સોલાર પાવરનો ઉપયોગ કરી રહ્યાં છે. જી હા, આગામી સમયમાં ‘મોદી પાવર’માં સોલાર પાવરનો મહત્વનો ફાળો રહેશે. તો બીજી તરફ પરંપરાગત સ્ત્રોત જેવા કે ખનીજ તેલ, કુદરતી વાયુ મર્યાદિત પ્રમાણમાં હોવાી બીન પરંપરાગત સ્રોતનો સહારો લેવો જ‚રી બની ગયું છે. માટે સૌર ઉર્જા ઉત્પાદનમાં ભારતને આગળ ધપાવવા મોદી સરકાર પ્રયત્નો કરી રહી છે. જેનો રાજકીય લાભ પણ પીએમ મોદીને મળશે ખરો જ.

Solarpanel Kuibવર્ષ ૨૦૨૨ સુધીમાં ૧૦૦ ગીગા વોટ સોલાર પાવર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોર્પોરેટ કંપનીઓને કામે લગાડી દીધી છે. વષ; ૨૦૧૭માં ઈન્ડિયન સોલાર ઈન્ડસ્ટ્રીમાં રૂ..૬૫ હજાર કરોડના રોકાણો યા છે જયારે તેની અગાઉ વર્ષ ૨૦૧૭માં ૨૬૦ હજાર કરોડ રૂપિયાનું રોકાણ યું હતું. જેની સરખામણીએ વર્ષ ૨૦૧૭માં બે ગણા કરતા પણ વધુ રોકાણો યા છે.

ગ્રીન એનર્જી માર્કેટ ટ્રેકર મર્કોમ કેપીલના જણાવ્યા મુજબ ઈન્ડિયન સોલાર કંપનીઓને ૮૦૦ મીલીયન ડોલરના રોકાણો મળ્યા છે. વર્ષ ૨૦૧૭માં વેન્ચર કેપીટલ કી કંપનીઓએ ૩.૬ બીલીયન ડોલરના વધુ રોકાણ મેળવ્યા હતા. જેમાં વેન્ચર સહિત પ્રાઈવેટ ઈકવીટી ફંડ, પબ્લિક માર્કેટનો પણ સમાવેશ છે. વર્ષ ૨૦૧૬માં સૌર ઉર્જા ઉત્પાદનની ક્ષમતા જ ગીગાવોટ હતી જે હાલ ૧૦ ગીગાવોટ ઈ છે અને વર્ષ ૨૦૨૨ સુધીમાં ૧૦૦ ગીગાવોટ કરવાનો મોદી સરકારનો લક્ષ્યાંક છે.

Solar Farm E1444932446459સૌર ઉર્જા ક્ષેત્રે વર્ષ ૨૦૧૭માં યેલા ૬૫ હજાર કરોડ ‚પિયાના રોકાણમાં એક અહમ ફાળો રીન્યુ પાવરનો છે. જેમાંી તેણે ૨૦૦ મીલીયન ડોલરની ડીલ કરી છે. અલબત સૌર ઉર્જામાં રોકાણ વધવાની સો જ સોલાર કંપનીઓમાં દેણાનું પ્રમાણ વધતુ રહ્યું છે. પરિણામે કંપનીઓને બોન્ડના માધ્યમી ભંડોળ એકઠુ કરવાની જરૂરીયાત ઉભી ઈ છે.

સૌર ઉર્જા કી સુપર પાવર બનવા માટે વડાપ્રધાન મોદીએ સત્તા સંભાળ્યા બાદ જ સતત પ્રયાસો શરૂ કર્યા હતા. ભારતીય તેમજ વૈશ્ર્વિક કંપનીઓના સહકારી ભારતમાં સૌર ઉર્જા માટે તખતો તૈયાર કરાયો હતો. સૌર ઉર્જા ક્ષેત્રે ભારતે કરેલા પ્રયોગોને વૈશ્ર્વિક કક્ષાએ સરાહના મળી છે. તાજેતરમાં ફ્રાન્સના વડાપ્રધાને પણ ભારતના સૌર ઉર્જા ક્ષેત્રના પ્રયાસોને આવકાર્યા હતા.

 

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.