વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વાર અયોધ્યાની મુલાકાત લેશે નરેન્દ્ર મોદી

101

લોકસભા ચૂંટણી 2019ની અડધી લડાઈ પૂરી થઈ ગઈ છે અને હવે આગામી તૈયારીઓ ચાલી રહી છે. ઉત્તર પ્રદેશને જીતવા માટે વડાપ્રધાન મોદી તેમના પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે. તેઓ આજે વારાણસીમાં રોડ શો કરશે. ત્યારે હવે સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 1લી મેના રોજ વડાપ્રધાન અયોધ્યા જઈ શકે છે. અહીં પીએમ ચૂંટણી સભાને સંબોધીત કરશે. વડાપ્રધાન બન્યા પછી પાંચ વર્ષમાં તેઓ પ્રથમ વાર અયોધ્યાની મુલાકાત લેશે.

છેલ્લાં પાંચ વર્ષમાં ઘણી વાર એવો મોકો આવ્યો જ્યારે સાધુ-સંતોની માંગણી હતી કે વડાપ્રધાન મોદી જરૂરથી એક વાર અયોધ્યા આવે. પરંતુ પાંચ વર્ષ પછી હવે આ મોકો આવ્યો છે જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે પહેલીવાર રામ નગરી અયોધ્યાની મુલાકાત લેશે. નોંધનીય છે કે, અયોધ્યામાં 6 મેના રોજ મતદાન થવાનું છે.

Loading...