Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા યુવા ઉદ્યોગીઓ સાથે વાત કરી હતી. મોદીએ તે ઉદ્યોગીઓ સાથે વાત કરી હતી જેમણે સ્ટાર્ટ અપ ઈન્ડિયા અંતર્ગત તેમના ઉદ્યોગની સ્થાપના કરી છે. વડાપ્રધાને કહ્યું હતું કે, આજે આપણો યુવાન રોજગારી માંગનાર નથી પરંતુ રોજગાર આપનાર બની રહ્યો છે. આપણે દેશના યુવા દેશોમાંથી એક છીએ. નોંધનીય છે કે, મંગળવારે પણ પીએમ મોદીએ નમો એપ દ્વારા આવાસ યોજનાઓના લાભાર્થીઓ સાથે વાત કરી હતી.

PM મોદીએ કહ્યું કે, છેલ્લા ચાર વર્ષથી સરકારે યુવકોની તાકાતા વધારવા માટે કામ કર્યું છે. સ્ટાર્ટ અપ ઈન્ડિયાની શરુઆત કરવાનો હેતુ યુવકોને શક્તિ આપવાનો છે. પીએમએ કહ્યું કે, પહેલાં સ્ટાર્ટ અપ માત્ર ટિયર-1 સિટીમાં રાખવામાં આવતા હતા પરંતુ અમે સાબીત કર્યું કે, ટિયર-2 અને ટિયર-3માં પણ વધારે સ્ટાર્ટ અપ થઈ શકે છે.

વડાપ્રધાને કહ્યું કે, આજે દેશમાં માત્ર શહેરોમાં નહીં પરંતુ ગામડામાં યુવકો આગળ વધી રહ્યા છે. આ દરમિયાન તેમણે અમૂક આંકડાઓ પણ રજૂ કર્યા છે. તેમણે જણાવ્યું કે, અત્યારસુધી જે સ્ટાર્ટઅપ થયું તેમાં 45 ટકા મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ દરમિયાન વડાપ્રધાને દેશના ઘણાં ભાગમાં યુવાનો સાથે સીધી વાત કરીને તેમના અનુભવ વિશે જાણ્યું હતું.

દેશના યુવાનોને સ્વરોજગાર કરવા પ્રેરિત કરવા માટે પીએમ મોદીએ સ્ટાર્ટઅપ ઈન્ડિયા જેવી મહત્વકાંક્ષી યોજના શરૂ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2016માં સ્ટાર્ટઅફ ઈન્ડિયાની શરૂઆત કરી હતી. તે દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, જો તમે કઈ કરવા માગો છો તો તે માટે પૈસા મહત્વના નથી. જે કરે છે તેને જ દેખાય છે કે, શું થવાનું છે. દેશનો યુવક જોબ ક્રિએટર બને.

તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પહેલાં પણ નમો એપ દ્વારા ઉજ્જવલા યોજના, મુદ્રા યોજના, સ્કિલ ઈન્ડિયા સહિત અન્ય ઘણી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાત કરી ચૂક્યા છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ વડાપ્રધા નમોદીએ અહીંના કાર્યકર્તાઓ સાથે નમો એપ દ્વારા વાત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.