Abtak Media Google News

યે મેરા ‘પ્રેમ’ પત્ર !!!

નરેન્દ્ર ડી. મોદી દ્વારા

મારા સાથી ભારતીયો,

ગયા વર્ષે આ દિવસે, ઘણા દાયકાઓ પછી દેશના લોકોએ સંપૂર્ણ બહુમતિ સાથે પૂર્ણ-મુદતની સરકારને મત આપ્યો હતો. ફરી એક વખત હું. ભારતના ૧૩૦ કરોડ જનતાની અને આપણા દેશના લોકશાહી સિધ્ધાંતોને નમન કરૂ છું. તમારા સ્નેહ, સદ્ભાવના અને સક્રિય સહયોગથી નવી શકિત અને પ્રેરણા મળી છે. સામાન્ય સમય દરમ્યાન આજે હું તમારી વચ્ચે હોત. પરંતુ વર્તમાન સંજોગોમાં તેવું શકય નથી તેથી જ હું આ પત્ર દ્વારા તમારા આશિર્વાદ માંગુ છું.

વર્ષ ૨૦૧૪ તરફ જોઈએ તો લોકોએ નોંધપાત્ર પરિવર્તન માટે મત આપ્યો હતો. આ પાંચ વર્ષોમાં રાષ્ટ્ર જોયું કે કેવી રીતે વહીવટી તંત્ર પોતાને યથાવત્ અને ભ્રષ્ટાચારના દલદલમાંથી અને ગેરવહીવટમાંથી મુકત થઈ ગયું છે. ‘અત્યોદય’ની ભાવનાથી લાખો લોકોના જીવનમા પરિવર્તન આવ્યું છે.

વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૯ સુધીમાં ભારતનું કદ નોંધપાત્ર રીતે વધ્યું છે. ગરીબોનું ગૌરવ વધ્યું છે. સંપૂર્ણ સ્વચ્છતા કવરેજ મેળવ્યું અને ‘બધા માટે આવાસો’ સુનિશ્ર્ચિત કરવા પ્રગતિ કરી છે.

સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક દ્વારા ભારતે તેની તાકાત દર્શાવી છે. આજ સમયગાળા દરમ્યાન અનેક જૂની માંગણીઓ જેમકે વન ટેન્ક વન પેન્શન, વન નેશન વન ટેકસ અને ખેડુતો માટે પોષણક્ષમ ટેકાના ભાવને પૂર્ણ કરવામાં આવી હતી.

વર્ષ ૨૦૧૯માં ભારતીયોએ માત્ર સાતત્ય માટે જ નહી પરંતુ ભારતને વિશ્ર્વગૂરૂ બનાવવાના સ્વપ્નને પૂર્ણ કરવા મત આપ્યો હતો આજે ૧૩૦ કરોડ લોકો રાષ્ટ્રના વિકાસના માર્ગમાં સામેલ અને સંકલિત છે. જનશકિત અને રાષ્ટ્રશકિતના અજવાળે આજે સમગ્ર રાષ્ટ્ર પ્રજવલ્લિત થયું છે. ‘સબ કા સાથ સબકા વિકાસ, સબ કા વિશ્ર્વાસ’ના મંત્ર દ્વારા ભારત તમામ ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે.

છેલ્લા એક વર્ષમાં કેટલાક નિર્ણયોની વ્યાપક ચર્ચા થઈ રહી છે. અને જાહેરમાં તેનો ઉલ્લેખ પણ થાય છે. કલમ ૩૭૦ ને હટાવવાનો નિર્ણય રાષ્ટ્રીય એકતા અને એકતાની ભાવનાને પ્રદાન કરે છે. સુપ્રીમ કોર્ટે સર્વસંમતિથી આપેલ રામમંદિરના ચૂકાદાથી સદીઓથી ચાલી રહેલી અસંમંજસનો અંત આવ્યો છે. ઈન્સ્ટન્ટ ત્રિપલ તલાકની બર્બર પ્રથા હવે ઈતિહાસનાં ડસ્ટબીન સુધી સીમિત રહેવા પામી છે.

સીટીઝનશીપ એમેન્ડમેન્ટ એકટ (સીએએ)માં સુધારોએ ભારતની બંધુત્વની ભાવનાની અભિવ્યકિત હતી. ચીફ ડીફેન્સ સ્ટાફની (સીડીએફ)ના પદની રચનાએ લાંબા સમય બાદ સુધારણા સમાન છે. જેનાથી સશસ્ત્રો દળોમાં સંકલન સુધાર્યું છે. તે જ સમયે ભારતે મિશન ગગનયાન માટેની તૈયારીઓ વધારી દીધી છે.

ગરીબ, ખેડુતો, મહિલાઓ અને યુવાનોને સશકિતકરણ કરવાની આપણી અગ્રતા રહી છે. વડાપ્રધાન કિસાન સન્માન નિધિમાં હવે બધા ખેડુતો સામેલ છે. એક વર્ષમાં ૯.૫ કરોડથી વધુ ખેડુતોના ખાતામાં ૭૨,૫૦૦ કરોડ રૂા.થી વધુની રકમ જમા થઈ છે. જળ જીવન મિશન યોજના હેઠળ ૧૫ કરોડથી વધુ ગ્રામીણ ઘરોને પાઈપલાઈન દ્વારા પીવાલાયક પાણીની ખાતરી આપવામાં આવી છે.

આપણા કરોડો પશુધનના આરોગ્ય માટે વધુ સારા રસીકરણ માટે એક મોટુ અભીયાન ચલાવવામા આવી રહ્યું છે. પ્રથમ વખત ખેડુત, ખેત મજૂરો, નાના દુકાનદારો અને અસંગઠ્ઠીત ક્ષેત્રના કામદારોને ૬૦ વર્ષની વય પછી રૂા.૩૦૦૦નું નિયમિત માસિક પેન્શન આપવાની ખાતરી આપવામાં આવી છે.

બેંક લોન મેળવવા માટેની સુવિધા ઉપરાંત માછીમારો માટે એક અલગ વિભાગ પણ બનાવવામાં આવ્યો છે. અન્ય કેટલાક નિર્ણયો ‘બ્લુ ઈકોનોમી’ને પ્રોત્સાહન આપવા કરવામાં આવ્યા છે.

તેવી જ રીતે વેપારીઓની સમસ્યાના સમયસર નિરાકરણ લાવવા માટે વ્યાપારી કલ્યાણ બોર્ડની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્વસહાય જુથો (એસએચજી) સાથે જોડાયેલા સાત કરોડથી વધુ મહિલાઓને ઉચ્ચ માત્રામાં આર્થિક સહાય આપવામાં આવી રહી છે. તાજેતરમાં એસએમજીને ગેરંટી વગરની લોનની રકમ રૂા.૧૦ લાખથી ડબલ કરીને રૂા.૨૦ લાખ સુધી કરવામાં આવી છે.

અને આદિજાતીનાં કલ્યાણની મહત્વતા સમજીને ૪૦૦થી વધુ એકલવ્ય મોડેલ નિવાસી શાળાઓનું નિર્માણ શરૂ કર્યું છે. ગત વર્ષ દરમ્યાન ઘણા લોકો દ્વારા મૈત્રીપૂર્ણ કાયદાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સંસદે પણ ઉત્પાદકતા મામલે રેકોર્ડ તોડયો છે. પરિણામે ગ્રાહક સુરક્ષા કાયદો, ચીટ ફંડ કાયદામાં સુધારો કે મહિલા બાળકો અને દિવ્યાંગને વધુ સુરક્ષા પુરી પાડવાના કાયદો ઝડપથી સંસદમાં પસાર થયા છે.

ભારત સરકારની નીતિઓનાં પરિણામે ગ્રામીણ અને શહેરો વચ્ચેનું અંતર ઘટતુ જાય છે. પ્રથમ વખત ઈન્ટરનેટનો ઉપયોગ કરતા ગ્રામીણ ભારતીયોની સંખ્યા શહેરી ભારતીયોની સંખ્યા કરતા ૧૦ ટકા વધી છે. આ વર્ષના દરેક દિવસ માટે સરકારી નિર્ણયો લેવા અને અમલમાં મૂકવા ઉત્સાહ સાથે ચોવીસ કલાક કામ કર્યું છે.

જયારે આપણે આપણા દેશવાસીઓની આશાઓ અને આકાંક્ષાઓની પરિપૂર્ણ કરવા ઝડપી ગતિએ આગળ વધી રહ્યા હતા ત્યારે કોરોના વાયરસનો રોગચાળો ભારતમાં ફેલાયો હતો. ભારત પાસે આર્થિક સંશાધનો અને અત્યાધુનિક આરોગ્ય સંભાળ પ્રણાલીઓ છે ત્યારે વિશાળ વસ્તી અને મર્યાદિત સંશાધનો વચ્ચે પણ તે સમસ્યાઓથી ઘેરાયેલ છે. ઘણાને ડર હતો કે ભારત વૈશ્ર્વિક સમસ્યારૂપ બની જશે.પરંતુ, આજે નિર્ભય આત્મવિશ્ર્વાસ અને સ્થિતિ સ્થાપકતા દ્વારા આખુ વિશ્ર્વ આપણી તરફ જે રીતે જુએ છે તેનામાં પરિવર્તન આવ્યું છે. તમે સાબિત કર્યું છે કે વધુ સમૃધ્ધ દેશોની તુલનામાં પણ ભારતીયોની સામુહિક તાકાત અને સંભાવના અપ્રતિમ છે.

તાળીઓ પાડીને, દીવો પ્રગટાવીને ભારતના સશસ્ત્ર દળો દ્વારા આપણા કોવિડ લડવૈયાઓનું સન્માન જનતા કફર્યું અને દેશ વ્યાપી લોકડાઉન દરમ્યાનના નિયમોનું પાલન આ દરેક તકે તમે બતાવ્યું છે કે ‘એક ભારત’ ‘શ્રેષ્ઠ ભારત’ની બાંહેધરી સમાન છે.

આ કોરોનાની તીવ્રતાના સંકટમાં, ચોકકસ પણે એવો દાવો કરી શકાતો નથી કે કોઈને પણ અસુવિધા અથવા અગવડતા ન હતી. અમારા શ્રમિકો, સ્થાનાંતરીત કામદારો, કારીગરો, હોકર્સ અને બીજા ઘણા સાથી દેશવાસીઓએ ભારે પીડા સહન કરી છે.

જો કે આપણે એ સુનિશ્ર્ચિત કરવા માટે કાળજી લેવી પડશે કે આપણે જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ તે આપત્તિઓમાં ન ફેરવાય તેથી દરેક ભારતીય માટે બધા નિયમો અને માર્ગદર્શિકાઓનું પાલન કરવું ખૂબ જ મહત્વ પૂર્ણ છે. આપણે અત્યાર સુધી ધૈર્ય દર્શાવ્યું છે. અને આપણે તે કરવાનું ચાલુ રાખવું જોઈએ. અન્ય ઘણા દેશો કરતા ભારત વધુ સુરક્ષીત અને સારી સ્થિતિમાં રહેવાનું આ એક મહત્વનું કારણ છે. આ એક લાંબી લડાઈ છે. પરંતુ આપણે વિજયના માર્ગે આગળ વધવાનું શરૂ કર્યું છે. અને વિજય આપણો સામુહિક સંકલ્પ છે.

છેલ્લા કેટલાક દિવસોમાં એક સુપર ચક્રવાતે પશ્ર્ચિમ બંગાળ અને ઓડિશાનાં કેટલાક ભાગોમાં પાયમાલી કરી હતી અહીં પણ આ રાજયનાં લોકોનો ધૈર્ય નોંધપાત્ર છે. તેમની હિંમત ભારતના લોકોને પ્રેરણા આપે છે.

આવા સમયે,ભારત સહિતના વિવિધ દેશોની અર્થ વ્યવસ્થા કેવી રીતે સુધરશે તે અંગે પણ વ્યાપક ચર્ચા થઈ રહી છે. જોકે કોવિડ-૧૯ સામેની લડતમાં ભારતે જે રીતે તેની એકતા અને સંકલ્પથી વિશ્વાસને આશ્ચર્યચકિત કર્યું છે. તેને જોતા એવા દ્રષ્ટશંત બેસાડીશુંકે આપણે આર્થિક ક્ષેત્રે ૧૩૦ કરોડ ભારતીયો ફકત વિશ્વાસને આશ્ચર્યજનક પરિણામ આપી શકે છે. અને પ્રેરણાપણ આપી શકે છે.

વર્તમાન સમયની માંગ છે કે આપણે આત્મનિર્ભર બનવું જોઈએ આપણે આપણી ક્ષમતાઓને આધારે પોતાની રીતે આગળ વધવું પડશે અને આ કરવાનો એક જ માર્ગ છે. આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર ભારત અભિયાન માટે તાજેતરમાં આપવામાં આવેલુ રૂા.૨૦ લાખ કરોડનું પેકેજ આ દિશામાં એક મોટુ પગલું છે. આ પહેલા દરેક ભારતીય માટે નવી તકોનો પ્રારંભ કરશે.

ભારતીય ભૂમિની સુગંધ, આપણા કામદારોનો પરસેવો, સખ્ત મહેનત અને પ્રતિજ્ઞા સાથે એવા ઉત્પાદનો બનાવશે જે આયાત પર ભારતની પરાધીનતા ઘટાડશે. અને તેને આત્મનિર્ભરતા તરફ આગળ વધારશે. છેલ્લા છ વર્ષમાં તમારા આર્શીવાદની તે શકિત છે. જેના કારણે દેશને છેલ્લા એક વર્ષમાં ઐતિહાસિક નિર્ણયો લેવામા અને ઝડપથી પ્રગતિ કરે છે જો કે હું એ પણ જાણુ છું કે હજુ ઘણૂ કરવાની જરૂર છે.

આપણા દેશમાં અનેક પડકારો અને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હું દિવસ અને રાત કામ કરૂ છું મારામાં ખામીઓ હોઈ શકે છે. પરંતુ એવું કંઈ નથી જેનો આપણા દેશમાં અભાવ છે. તેથી હું, તમારામાં વિશ્વાસ કરતા પણ વધારે તમારી તાકાત અને ક્ષમતાઓમાં માનું છું મારા સંકલ્પ માટે શકિતનો સ્ત્રોત તમે તમારૂ સમર્થન, આર્શીવાદ અને સ્નેહ છે.

રોગચાળાના લીધે આપણે ચોકકસ પણે કટોકટીનો સામનો કરવો પડે છે. પરંતુ આપણા માટે આ એક દ્દઢ સંકલ્પ માટેનો સમય પણ છે. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે હાલમાં આપણે ૧૩૦ કરોડ ભારતીયોના ભાવિનો સામનો કયારેય કોઈ પ્રતિકુળ પરિસ્થિતિ દ્વારા કરવામાં આવશે નહીં. આપણે આપણું વર્તમાન અને આપણુ ભવિષ્ય નકકી કરવાનું છે. આપણે પ્રગતિન માર્ગ પર આગળ વધીશું અને વિજય આપણો જ રહેશે.

સંસ્કૃતમાં કહેવામાં આવ્યું છે કે ‘કૃત્રમ મેં દક્ષિણ હશતે, જયો મે સત્ય આહિત્ય’ જે આપણી પાસે એકતરફ ક્રિયા અને કર્તવ્ય છે. તો બીજી તરફ સફળતાની ખાતરી આપવામા આવે છે.

આપણા દેશની સફળતા માટે પ્રાર્થના સાથે, હું ફરી એક વખત તમને નમન કરૂ છું તમે અને તમારા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.