Abtak Media Google News

રાજકોટ: ખેલ મહાકુંભમાં અલગ-અલગ સ્પર્ધાઓનું આયોજન રેસકોર્સના એથ્લેટીકસ ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યું હતું. જેમાં પી.વી.મોદી સ્કૂલમાં ધો-૧૧ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી વ્યાસ પ્રણવે અન્ડર-૧૭માં ૪૦૦ મીટર રનીંગ રેસમાં પ્રથમ સ્થાન ૨૦૦-મીટર રનીંગ રેસમાં પ્રથમ સ્થાન ૨૦૦-મીટર રનીંગ રેસમાં પ્રથમ સ્થાન ૨૦૦-મીટર રનીંગ રેસમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

તેઓની આ સ્પર્ધામાંથી જિલ્લા કક્ષાએ રમવા જવા માટે પસંદગી થઈ હતી. ત્યારબાદ જિલ્લા કક્ષાની સ્પર્ધા-રેસકોર્સ ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલ તેમાં ૪૦૦-મીટરની રનીંગ રેસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વ્યાસ પ્રણવે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેઓની રાજયકક્ષાએ રમવા જવા માટે પસંદગી થઈ હતી. તેઓને આ સ્પર્ધાની તૈયારી શાળાના વ્યાયામ શિક્ષક રાકેશભાઈ લાખાણીએ કરાવી હતી. તેઓએ પણ ત્રણ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને શાળા તથા તેમના પરિવારનું નામ રોશન કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.