Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાલકોટરા સ્ટેડિયમ પહોંચી ગયા છે. અહીં તેઓ બોર્ડની એક્ઝામ પહેલાં વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા વિશેની ચર્ચા કરશે. અહીં તેમણે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, હું તમારો મિત્ર છું અને ત્યારપછી તેમણે પરીક્ષા વિશેની ચર્ચા શરૂ કરી હતી.

પ્રશ્ન: આત્મવિશ્વાસ કેવી રીતે કેળવવો?
દિલ્હીથી 11માં દોરણના વિદ્યાર્થીએ સવાલ કર્યો હતો કે, પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી નર્વસ રહીએ છીએ, કઈપણ યાદ નથી રહેતું. આ સંજોગોમાં આત્મવિશ્વાસ કેવી રીતે કેળવવો?

 આ ઘણાં વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે. જો આત્મવિશ્વાસ નહીં હોય તો એક પણ શબ્દ યાદ નહીં આવે. પરીક્ષા સમયે વિદ્યાર્થીઓએ પોતાની જાતને અહમ્ બ્રહ્માસ્મી એટલે કે પોતાની જાતને સહેજ પણ ઓછા ન માનવા જોઈએ. જો આત્મવિશ્વાસ નહીં હોય તો 33 કરોડ દેવી-દેવતાઓ પણ કઈ નહીં કરી શકે. આત્મવિશ્વાસ લાંબા ભાષણોથી નહીં મળે. આપણે આપણી જાતને કસોડી પર કસવાની આદત પાડવી પડશે. જે સ્થિતિ પર છીએ ત્યાંથી હંમેશા આગળ વધવાની ધગશથી જ આત્મવિશ્વાસ આવશે.

પ્રશ્ન: એકાગ્રતા કેવી રીતે જાળવવી
નોઈડાથી 10માં ધોરણની કનિષ્કા વત્સે પૂછ્યું- એકાગ્રતા જાળવવા શું કરવું?

જવાબ: મોદીએ કહ્યું ઘણાં લોકોને લાગે છે એકાગ્રતા કોઈ ખાસ વિદ્યા નથી. તમે તમારી જાતનું એનાલિસિસ કરો અને જુઓ કે તમે કયુ કામ ધ્યાનથી કરો છો. જેમકે ગીતના શબ્દો યાદ રાખવા.. કેમ કે તે તમે મનથી સાંભળો છો. બસ આ જ પદ્ધતિ અભ્યાસમાં અજમાવો. કોઈ તમને ખરાબ વાત કહે તો તે તમને હંમેશા યાદ રહે છે. એટલે તમારી યાદ શક્તિમાં તો કોઈ ખામી નથી તે સાબીત થઈ ગયું. તમે પુસ્તકમાં કઈંક વાંચી રહ્યા છો પરંતુ તમારુ મગજ બીજે ક્યાંય હશે. એટલે કે તમે ઓફલાઈન છો અને પુસ્તક સાથે કનેક્ટ નથી થઈ રહ્યા. શું તમને પાણીનો ટેસ્ટ ખબર છે? ક્યારેક પાણીના ટેસ્ટને એન્જોય કરો. બસ તે જ કોંન્સ્ટ્રેશન છે.

મોદીની વિદ્યાર્થીઓ સાથે ચર્ચાની ખાસ મહત્વની વાતો

– હું તમારો અને તમારા પરિવારનો મિત્ર છું
– દરેક વ્યક્તિની અંદર આત્મવિશ્વાસ હોવો જોઈએ
– આત્મવિશ્વાસ વગર દેવી-દેવતા પણ કઈજ ન કરી શકે
– દરેક વ્યક્તિએ કસોટીમાંથી પસાર થવુ જોઈએ
– મારા અંદરના વિદ્યાર્થીને મે હંમેશા જીવતો જ રાખ્યો છે
– મારા શિક્ષકો માટે હું આજે પણ વિદ્યાર્થી છું

– એકાગ્રતા માટે કોઈ ખાસ પ્રયત્નો કરવાની જરૂર નથી હોતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.