Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5મી ગ્લોબલ સાયન્સ સ્પેસ કોન્ફરન્સમાં એક એવી એપ લોન્ચ કરી છે, જેના દ્ધારા તમે ઘેર બેઠા 100થી વધુ કામ કરી શકો છો. આ કામોમાં પાન કાર્ડ બનાવવાથી લઇને ગેસ બુક કરાવવા સુધી અને આધાર કાર્ડ ડાઉનલોડિંગથી લઇને યૂટિલિટી બિલ્સના પેમેન્ટ જેવા ઘણાં સરકારી કામ સામેલ છે આ એપનું નામ ઉમંગ (યૂનિફાઇડ મોબાઇલ એપ્લિકેશન ફોર ન્યૂ એજ ગર્વનન્સ) છે. આ એક જ એપથી 100થી વધુ કામો થઇ શકશે. ઉમંગ એપ એક ગેટવે છે, જેના દ્ધારા ઘણી સરકારી એપ્સને એક્સેસ કરી શકાય છે અને તેની સેવાઓનો લાભ લઇ શકાય છે. આ એપમાં ઇન્ટરનલી બધી એપ ઇન્ટીગ્રેટેડ છે પરંતુ તેમ છતાં તે તમારા ફોનમાં વધુ સ્પેસ નહીં લે. આ એપ હિન્દી, અંગ્રેજી સહિત 12 ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ એપ ગૂગલ, એપલ, વિન્ડોઝ ફોન સ્ટોર પર ઉપલબ્ધ છે. અને એન્ડ્રોઇડ, આઇઓએસ બન્ને પ્લેટફોર્મ પર કામ કરશે. એપ ઉપરાંત,ઉમંગ વેબ, આઇવીઆર અને એસએમએસ જેવી ચેનલ્સ પર પણ એક્સેસ કરી શકાય છે. એટલે કે તમે સ્માર્ટફોન ઉપરાંત તેને ફિચર ફોન, ટેબલેટ અને લેપટોપ કે કોમ્પ્યુટર પર પણ ઉપયોગ કરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.