Abtak Media Google News

હવે બાજપાઈનો સિકકો રણકશે!

સ્વ. અટલજીને ચિરકાળ સુધી યાદ રાખવા મોદી સરકાર તથા વિવિધ રાજયોની ભાજપ સરકારનું આયોજન

દેશની આઝાદી માટે અહિંસાના હથિયારથી અંગ્રેજોને પછાડનારા મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા જાહેર કરવામાં આવ્યા છે. જેથી તમામ ભારતીય ચલણોની નોટોમાં અત્યાર સુધી માત્ર મહાત્મા ગાંધીની તસ્વીરો છાપવામાં આવે છે જવાહરલાલ નહેરૂ, લાલબહાદૂર શાસ્ત્રી, ડો. રાજેન્દ્ર પ્રસાદ સહિતના આઝાદીના લડવૈયા એક નેતાઓની તસ્વીરે નોટોમાં મૂકવામાં આવી નથી જયારે સમયાંતરે વિવિધનેતાઓની યાદગીરીમાં સિકકાઓ પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. તાજેતરમાં ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની દબદબાભેર ઉજવનારી મોદી સરકારે હવે અટલ બિહારી બાજપાઈને ચિરકાળ સુધી યાદગાર બનાવવા તેનો સિકકો બહાર પાડવાનો નિર્ણય કર્યો છે.

મોદી સરકારે જનસંઘ અને ભાજપના સ્થાપક અનેપૂર્વ વડાપ્રધાનસ્વ. અટલ બિહારી બાજપાઈની યાદમાં ૧૦૦ રૂપીયાનો સિકકો બહાર પાડવાનો નિર્ણય કર્યો છે. ૩૫ ગ્રામના આ સિકકામાં એક તરફ બાજપેયની તસ્વીર મૂકવામાં આવનાર છે. નીચે તેમનું દેવનાગરી હિન્દી અને અંગ્રેજીમાં નામ તથા તેની નીચે તેમના જન્મ વર્ષ ૧૯૨૪ અને મૃત્યુ વર્ષ ૨૦૧૮ મૂકવામાં આવનાર છે.

જયારે સિકકાની બીજી બાજુ અશોક સ્તંભ અને નીચે દેવનાગરી હિન્દી ભાષામાં સત્યમેવ જયતેનો મુદ્રાલેખ મૂકવામાં આવનારો છે. જયારે ઊપરની બાજુ દેવનાગરી હિન્દી અને અંગ્રેજીમાં ભારત અને ઈન્ડીયા લખવામાં આવના‚ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અટલ બિહારી બાજપાઈનું તાજેતરમાં ૧૬ ઓગષ્ટે લાંબી બિમારી બાદ અવસાન થયું હતુ તેઓએ ૧૯૯૬માં ૧૩ દિવસ માટે, ૧૯૯૮માં ૧૩ મહિના અને ૧૯૯૯માં ૬ વર્ષ સુધી ભારતના વડાપ્રધાન પદે સેવાઓ આપી હતી.

બાજપાઈજીનાં મૃત્યુ બાદ ભારત સરકારે હિમાલયની ચાર શિખરો જે તેમનું નામ આપવામાં આવ્યું છે. છતીસગઢ સરકારે પણ નવા રાયપૂરનું નામ બદલીને અટલનગર નામ રાખ્યુંછે. ઉતરાખંડ સરકારે પણ તાજેતરમાં દેહરાદૂન એરપોર્ટનું નામ તેમના નામ પર રાખવાનો નિર્ણય કર્યો છે. લખનૌમાં પણ યોગી સરકારે પ્રસિધ્ધ ‘હઝરતગંજ ચૌરાહા’નું નામ બદલીને અટલ ચોક રાખ્યું છે. આમ, ગાંધીજી બાદ અટલજી ચિરકાળ સુધી યાદ રહે તે માટે મોદી સરકાર તથા વિવિધ રાજયોની ભાજપ સરકારે તજવીજો હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.