Abtak Media Google News

મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થું (ડીએ) 2% વધારી દીધું છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ મીટિંગમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી. કેન્દ્ર સરકારે જણાવ્યું કે વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને હવે ડીએ 7%થી વધારીને 9% ટકા આપવામાં આવશે.

દેશના 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 62 લાખ પેન્શનરોને જુલાઇથી તેનો લાભ મળશે. આ નિર્ણયથી સરકારી તિજોરી પર રૂ.112 કરોડ અને 2018ના આઠ મહિનામાં 4 હજાર 74 કરોડ રૂપિયાનો બોજો વધશે.

Cash

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.