Abtak Media Google News

શેરબજારનો ઉછાળો ધોવાયો !

૨૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યુ સેન્સેકસ 

ભારતમાં મોદી મેઝીક ફર્યા બાદ સેન્સેકસમાં ૧૨૦૦ પોઈન્ટનો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો ત્યારે આજના દિવસે સેન્સેકસ ગ્રીન ઝોનમાં ખુલતા ૧૩૫ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. એક્ઝિટ પોલમાં મોટાભાગની એજન્સીઓએ એનડીએને ૩૦૦ પ્લસ સીટ મળવાની આગાહી કરી હતી. ત્યાર પછીના દિવસે જ સેન્સેકસ ૧૪૨૨ પોઈન્ટ ઉછળી ૩૯૩૫૩ પોઈન્ટની સપાટીએ બંધ થયો હતો. ત્યારે મત ગણતરીના દિવસે એનડીએને બહુમતિનો સંકેત મળી ગયા બાદ સેન્સેકસ ૪૨૮ પોઈન્ટના ઉછાળા સાથે ૩૯૫૯૨ પોઈન્ટે ખુલ્યો હતો.

આશરે ૧૦:૪૫ કલાકે ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું હતું ત્યારે સેન્સેકસ પણ ૪૦,૦૦૦ પોઈન્ટની ઐતિહાસિક સપાટી કુદાવી ૧૦૧૫ પોઈન્ટના ઉછાળો જોવા મળ્યો હતો. જેમ જેમ આગાહી થતાં સમાચારમાં ક્ધવર્ટ થતી જોવા મળી હતી. ત્યારે નિફટીમાં વિકલી સેટલમેન્ટના કારણે હેવી પ્રોફીટ બુકિંગ રહેતા બપોર ૩:૧૨ કલાક સુધીમાં સેન્સેકસ ૪૫૮ પોઈન્ટ તુટયો હતો. જો કે છેલ્લે સેન્સેકસ આગલા બંધની સરખામણીએ ૨૯૮.૮૨ પોઈન્ટના ઘટાડા સાથે ૩૮૮૧૧ પોઈન્ટે બંધ થયો હતો.

જો કે આજના દિવસે સેન્સેકસ ગ્રીન ઝોનમાં ખુલતાની સાથે જ ૧૩૫ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. હાલના તબકકે ૪૫.૧૬ પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેકસ ૩૮૮૫૭ પોઈન્ટે પહોંચ્યો છે જયારે નિફટીમાં પણ ૧૨ પોઈન્ટનો ઉછાળો જોતા નિફટી ૧૧૬૬૯ રહ્યું છે. એટલે કહી શકાય કે નરેન્દ્ર મોદીની જીતની ખબરથી શેરબજારમાં પણ ઉત્સાહ બરકરાર રહ્યો છે અને ૨૬૫ પોઈન્ટ પ્લસ ખુલ્યું હતું.

૨૬૫ પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેકસ જયારે ખુલ્યું ત્યારે તેમાં ભારતી એરટેલના શેરોમાં ૧.૩૬ ટકા, બજાર ફાયનાન્સ શેરોમાં ૧.૧૮ ટકા, એશીયન પેઈન્ટોના શેરોમાં ૧.૧૪ ટકા અને આઈસીઆઈસીઆઈ બેંકોના શેરમાં ૦.૮૪ ટકાનો વધારો જોવા મળ્યો હતો. જયારે એનએસસી ઉપર બીપીસીએલના શેરોમાં ૩.૦૨ ટકાનો, આઈઓસીમાં ૨.૬૯ ટકા અને એલ એન્ડ ટીના શેરોમાં ૧.૬૬ ટકાનો વધારો જોવા મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.