Abtak Media Google News

૧૧ જૂન સુધી ભાજપ દ્વારા ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો યોજાશે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળની ભાજપા સરકારને આજે પોતાના કાર્યકાળના સિધ્ધિઓી જળહળતા ૪ વર્ષ પૂર્ણ ઈ રહ્યા છે. ૪ વર્ષના આ ટૂંકા સમયગાળામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દિર્ઘદ્ધષ્ટિ અને દ્રઢ ઈચ્છા શક્તિને લીધે ભારતના તમામ ક્ષેત્રોએ વિકાસની હરણફાળ ભરી છે. ભારતીય ર્અતંત્ર સમગ્ર વિશ્વનું સૌથી વધુ ઝડપી વિકસતું ર્અતંત્ર બન્યું છે. જનધન યોજના, પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના, ઉજ્જવલા યોજના, ઉજાલા યોજના, ઈન્દ્રધનુષ યોજના, સ્વચ્છતા અભિયાન, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, મુદ્રા યોજના, સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને સ્ટેન્ડઅપ ઈન્ડિયા વગેરે જેવી અનેક યોજનાઓના સફળ અમલીકરણ દ્ધારા સમાજના તમામ વર્ગો ભારતની વિકાસયાત્રામાં જોડાઈ પ્રગતિ અને સમૃદ્ધિના નવા શીખરો સર કરી રહ્યા છે. તેમ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઓરીસ્સામાં આ પ્રસંગે જાહેરસભા સંબોધવાના છે તેમજ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ  કેન્દ્રીય કાર્યાલયમાં પત્રકાર ગોષ્ઠીના માધ્યમી સરકારની સિધ્ધિઓ, પાર્ટીની સંગઠનાત્મક યોજના તેમજ આગામી વર્ષોમાં પાર્ટીની ભૂમિકા તે વિષયો પર ચર્ચા કરશે.

ભાજપા દ્વારા તા. ૨૭મી મે થી ૧૧ મી જૂન, ૨૦૧૮ દરમ્યાન સમગ્ર દેશમાં આ ૪ વર્ષની ઉજવણીના આ કાર્યક્રમો યોજવામાં આવશે. જે અંતર્ગત ગુજરાત ભાજપા દ્ધારા પણ આ સમયગાળા દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ કાર્યક્રમોના ભાગરૂપે ૨૭ મી મે,  એ રાજકોટ ખાતે બુદ્ધિજીવી સંમેલન ને સંબોધશે તા ૨૮ મી મેએ અમદાવાદના ખોખરા ખાતેી બુ સંપર્ક અભિયાનનો પ્રારંભ કરાવશે. પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી તા. ૨૭મી મેએ વડોદરા ખાતે બુદ્ધિજીવી સંમેલન સંબોધશે તેમજ તા. ૨૮મી મે, એ દાહોદ ખાતે બુ સંપર્ક અભિયાનમાં ભાગ લેશે. રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી ભુપેન્દ્રજી યાદવ તા. ૦૩ જુનના રોજ અમદાવાદ ખાતે બુદ્ધિજીવી સંમેલનને સંબોધશે. તા. ૩૦ મી મેના રોજ રાષ્ટ્રીય મહામંત્રી ડો. અનિલજી જૈન ગુજરાતના તેમના પ્રવાસ અંતર્ગત વિવિધ સંગઠનાત્મક બેઠકોમાં ભાગ લેશે. કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાજી તા. ૨૮મી સુરત ખાતે બુદ્ધિજીવી સંમેલન સંબોધશે.

એક પ્રશ્નના જવાબમાં વાઘાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ વિશે ફેલાયેલી અફવા બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, કેટલાક વિઘ્ન સંતોષી લોકો દ્વારા પાયાવિહોણી અને સત્યી તદ્દન વેગડી વાતો મીડીયામાં ચોકકસ કારણસર ફેલાવવામાં આવી રહી છે. આવી તમામ બાબતો માત્રને માત્ર અફવા છે.  નીતિનભાઈ પટેલ ભાજપાના વરિષ્ઠ આગેવાન છે અને નાયબ મુખ્યમંત્રી તરીકે સતત પ્રજાલક્ષી કાર્યો કરી રહ્યા છે.

મોદી સરકારના ચાર વર્ષ પૂર્ણ તાં ભાજપ દ્વારા આવતીકાલી ૧૧મી જૂન સુધી વિશેષ સંપર્ક અભિયાન, બુધ્ધીમાન સંમેલન, વરિષ્ઠ નાગરિકો સો સંપર્ક, પત્રકાર પરિષદ, સ્વચ્છતા અભિયાન, સમરસતા સંપર્ક, ગ્રામસભા, લાર્ભાી સંમેલન અને યુ સંપર્ક અભિયાન જેવા કાર્યક્રમો યોજાશે. ૩૧મી મેના રોજ અભિનંદન કાર્યક્રમ યોજાશે. જ્યારે વ‚ણદેવને નિમંત્રણ આપવા માટે તમામ જિલ્લામાં પર્જન્ય યજ્ઞ યોજાશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.