Abtak Media Google News

શ્રીલંકા, સાઉદી અરબ, નેપાળ સહિતના દેશોએ મોદીને પાઠવ્યા અભિનંદન

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગઈકાલે ફોન કરી લોકસભાની ચૂંટણીમાં મેળવેલી પ્રચંડ બહુમતી માટે ના વિજયં માટે અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે બંને નેતાઓએ જાપાનના ઓકાસા ખાતે જૂન ૨૮-૨૯ અને મળનારી જી.૨૦ બેઠકમાં પરસ્પરની મુલાકાત માટે સહમતી બનાવી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીતમાં વડાપ્રધાને પરસ્પર બંને દેશો વચ્ચે સંબંધો ના વધુ સુદ્દઢ સુધારા અને કેટલાક મહત્વના મુદાઓને લઈને બંને દેશો વધુ નજીક આવવા તૈયાય થયા છે. ભારત અમેરિકા પરસ્પર ભાગીદારીની દિશામાં કેમ વધુ સરૂ‚ કામ કથઈ કે તેના પર બંને નેતાઓએ ચર્ચા કરી હતી ડોનાલ્ડટ્રમ્પ ઉપરાતં શ્રીલંકાના પ્રમુખ મૈત્રીપાલ શીસીસેના સાઉદીના સુલ્તાન સલમાન બીન અબ્દુલ અઝીઝ, સઉદ સાઉદીના સહેજાદામોહમ્મદ બીન સલમાન અને નેપાળના પૂર્વ વડાપ્રધાન પુષ્પકમલ દહાલએ પણ વડાપ્રધાનને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી સેનાએ જણાવ્યું હતુ કે બે દેશો વચ્ચેના સુલેહ પૂર્વકના સંબંધોમાં ભારત હંમેશા ઉમદા દોસ્ત બની રહે છે. ભારત સરકારે શ્રી સેનાની આ લાગણી અંગે આભાર માની જણાવ્યું હતુ કે બે રાષ્ટ્રોની નિકટતાથી સમગ્ર દેશમાં શાંતી રહે છે.

વડાપ્રધાન મોદીએ સહાનૂભૂતિ બદલ સાઉદી સુલ્તાનનો આભાર માની સુલ્તાન સલમાનની રાહબરી હેઠળ બંને દેશો ભારત અને સાઉદી અરબ વચ્ચેના સંબંધો દિવસને દિવસે સુધરતા જાય છે. તેથી આશા વ્યકત કરી હતી વડાપ્રધાન ટવીટ સંદેશામાં જણાવ્યું હતુ કે આભાર સુલ્તાન સલમાન અને મોહમ્મદ બીન સલમાન કે જે ભારત પ્રત્યે મનમાં ઉંડા શુભભાવ ધરાવે છે. ભારત સાથે અનેક સમજૂતીઓ દ્વારા બંને દેશો વચ્ચેના સંબંધો દિવસના દિવસે મૈત્રી પૂર્ણ બનાવીને નાગરીકોને તેનો લાભ મળી રહ્યો છે.

૨૦૧૯ની ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી બીજી ટર્મ માટે ચૂંટાઈ આવ્યા છે ત્યારે વિશ્ર્વ મંચ પર એક મહાશકિતના ‚પમાં ભરી આવેલા ભારત જેવા દેશો જી.૨૦ શિખર સંમેલનમાં મહત્વની ભૂમિકા અદા કરવા સક્ષમ હોય ત્યારે શુક્રવારે અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન સાથે ટેલીફોનીક વાત કરી વડાપ્રધાનને મહાવિજય બદલ અભિનંદન પાઠવ્યા હતા. અને જી.૨૦ શિખર સંમેલનમાં ખાસ ઉપસ્થિત રહેવાનું ઈઝન આપી ડોનાલ્ડ ટમ્પે જી.૨૦ બેઠકને લઈને ભારત અમેરિકાની ભૂમિકા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી ત્યારબાદ ટ્રમ્પે ટવીટ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાવિજય બદલ અભિનંદન આપ્યા હતા. અને લખ્યું હતુ કે ભારતના લોકો નસીબદાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.