Abtak Media Google News

ધીરૂભાઈ અંબાણી અને મુછાળા ગ્રુપના અરૂણભાઈને મરણોપરાંત ગૌરવ એવોર્ડ રાજકોટના અશ્ર્વિન પટેલ, કિરીટ પટેલ અને રસીક મહેતા (મરણોતર)ને એવોર્ડ ટ્રોફી

મોઢ સેવા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા સમગ્ર ભારતનાં મોઢ વણિક જ્ઞાતિનાં યુવક યુવતી પરિચય સમારોહ ઝવેરીબેન પોપટલાલ સભાગૃહ, ઘાટકોપર, મુંબઈ ખાતે યોજાયેલ જેમાં વિશાળ સંખ્યામાં યુવક યુવતી ઉપસ્થિત રહેતા ઉમેદવાર કેન્ડીડેટને વિશાળ ચોઈસની તક સાંપડેલ… તથા આ સમારોહમાં દેશ વિદેશના જ્ઞાતિબંધુઓને મોઢ વણીક જ્ઞાતિ રત્ન એવોર્ડ ૨૦૨૦ એનાયત કરવામાં ભવ્યાતિભવ્ય રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ,. ત્યારબાદ અશ્ર્વીનભાઈ પટેલ, ચીમનભાઈ શાહ, મુકેશભાઈ પરીખ સહિત તમામ મહાનુભાવોનાં હસ્તે દીપ પ્રાગટય કરીને સર્વે મહેમાનોનું પુષ્પગુચ્છ તથા શાલથી સન્માન કરવામાં આવેલ અને વિધિવત પરિચેય સમારોહનાં પ્રારંભમાં કરવામાં આવેલ દરેક યુવક યુવતીએ પોતાનો પરિચય આપવા સ્ટેજ પર આવી પોતાની કાબેલીયતનો પરિચય કરાવેલ જે જે ઉમેદવાર સ્ટેજ પર આવે તેને રજીસ્ટ્રેશનની રકમ પ્રોત્સાહિત સ્વરૂપેપરત આપવામાં આવેલ.

10

મોઢ વણિક જ્ઞાતિ રત્ન એવોર્ડ સન્માન ટ્રોફી એનાયત કરવામાં આવેલ અને એવોર્ડ જુદી જુદી છ કેટેગરીમાં અર્પવામાં આવેલ જેમાં મોઢ વણીક જ્ઞાતિ ગૌરવ વિભાગમાં મુંબઈનાં અરૂણકુમાર મુછાળા (પ્રમુખ, ફેડરેશન મોઢ વણિક સમાજ) મોરબીનાં પ્રશાંતભાઈ પારેખ, મોઢ વણીક જ્ઞાતિ રત્ન મરણોતર એવોર્ડમાં મુંબઈના ધીરૂભાઈ એચ. અંબાણી (સ્થાપક, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ) મંદાકીનીબેન મહેતા, અનંતરાય શાહ (માતંગી ટ્રાન્સપોર્ટ), પ્રિતમભાઈ પરીખઈ મગનભાઈ પારેખ, હસમુખભાઈ મહેતા, લંડનવાસી જયસુખભાઈ ગાંધી વત્તી તેના પુત્ર યોગેશભાઈ ગાંધીએ એવોર્ડ સ્વીકારેલ. રમેશભાઈ ગાંધી, રાજકોટના રસીકભાઈ એમ. મહેતા (આર.કે. બિલ્ડર) બોટાદનાં ભરતભાઈ વડોદરીયા સહિત દશેયને તેમના કુટુંબીજનોને મરણોતર એવોર્ડ એનાયત કરવામાં આવેલ… મોઢ વણીક જ્ઞાતિ રત્ન એવોર્ડ વિભાગમાં લતાબેન જે. મહેતા મુંબઈ, ત્રંબકભાઈ શેઠ અમેરિકા, મોઢ વણીક જ્ઞાતિ સેવા સમર્પણ એવોર્ડ વિભાગમાં રાજકોટના અશ્ર્વિનભાઈ ચંદુલાલ પટેલ ગીતા એન્જી. કોર્પો. ભાવનગરનાં અમોહચંદ શાહ, સુરેન્દ્રભાઈ મહેતા મુંબઈ, મોઢ જ્ઞાતિ કર્ણ એવોર્ડી વિભાગમાં દુબઈના મુકેશભાઈ પરીખ, મુંબઈના ગોપાલભાઈગાંધી, કિરીટભાઈ કાપડીયા, અંતિમ વિભાગ મોઢ જ્ઞાતિ એકસલન્ટ એવોર્ડમાં ચીમનભાઈ શાહ અમદાવાદ, કિરીટભાઈ ચંદુલાલ પટેલ ગોપી એન્જી. કોર્પો. રાજકોટ મુંબઈનાં જયેશભાઈ પારેખ, જતીનભાઈ કાપડીયા, અરવિંદભાઈ મહેતા, પ્રવિણભાઈ દોશી, ભાવનગરનાં બૈજુભાઈ મેતા દાસ પેંડાવાળા, અપૂર્વભાઈ શેઠ શેઠ બિલ્ડર, ઉત્પર્ષભાઈ મહેતા અંકલેશ્ર્વર, કનુભાઈ શેઠ બોટાદને મોઢ વણીક રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવેલ. ત્યારબાદ સર્વેને રસપ્રચુર ભોજનનો આસ્વાદ માણ્યો હતો.

4. Thursday 2 2

ઉપરોકત કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રમુખ નવીનભાઈ ગાંધી, માનદ મંત્રી યોગેશભાઈ શાહ, ટ્રેઝરર હરીશભાઈ પરીખ, પ્રોજેકટ ચેરમેન અજીતભાઈ શાહ, તુષારભાઈ દાણી, ભાવેશભાઈ મહેતા, યજ્ઞેશભાઈ મહેતા, પ્રચાર પસાર મિડિયા સેવા રાજકોટના અશ્ર્વીનભાઈ પટેલએ પુરી પાડેલ એન્કરીંગ સેવા જયેશભાઈ વોરા, મનિષાબેન ઠકકર, મેઘાબેન દતાણીએ કરેલ કાર્યક્રમનું સંચાલન પ્રમુખ નવીનભાઈ ગાંધીએ કરેલ આભાર વિધી માનદ મંત્રી યોગેશભાઈ શાહએ કરેલ તેમ માનદ મંત્રી યોગેશભાઈ શાહની યાદીમાં જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.