Abtak Media Google News

તા.૨૬ જાન્યુઆરીની રાજય રક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત ચૌધરી હાઇસ્કૂલ ખાતે શસ્ત્ર પ્રદર્શન અને મશાલ પી.ટી.નું આયોજન કરવામાં આવ્યું સાંજે સાત વાગે મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે શસ્ત્ર પ્રદર્શન જાહેર જનતા માટે ખુલ્લુ મુકવા આવશે. શસ્ત્ર પ્રદર્શનમાં આર્મી, બીએસએફ, સીઆરપીએફ, એરફોર્સ અને ગુજરાત પોલીસના અતિઆધૂનિક શસ્ત્ર રાજકોટવાસીઓને જોવા મળશે, શસ્ત્ર પ્રદર્શનમાં રોકેટ લોન્ચર, એ.કે.૫૬ રાયફલ, એમએમજી ગન, પિસ્ટર, ઇન્સાસ રાયફલ, એસઆઇજી ગન, ૭.૬૨ ઘાતક રાયફલ, બીડીડીએસના વિવિધ ઇકવીપમેન્ટસ, મોર્ટાર, એજીએલ ૩૦ એમએમ વીથ દુરબીન રાયફલ, સીજીઆરએલ ૮૪ એમએમ વીથ ઓપ્ટીકલ સાઇટ, એલએમજી. ગન, હેન્ડ ગ્રેનેડસ, એસએમજી ૯ એમએમ ગન ઉપરાંત મોશાલ પી.ટી. પ્રદર્શન યોજવામાં આવશે પ્રસ્તૃત તસવીરમાં શસ્ત્ર પ્રદર્શનમાં મુકવામાં આવેલા આધૂનિક હથિયારો નજરે પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.