Abtak Media Google News

ગીરીરાજ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના નિષ્ણાંત તબીબો ‘અબતક’ની મુલાકાતે ક્ષ ન્યુરો, યુરો, ફેફસાના રોગની સારવાર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સહિતની સવલતોની વિગતવાર માહિતી આપી

વૈશ્ર્વિક સરખામણીએ ભારતમાં અત્યાધુનિક સારવાર સસ્તી હોવાનો મત વ્યકત કરી ગીરીરાજ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના નિષ્ણાંત તબિબોએ હોસ્પિટલની  વિવિધ સવલતો અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમનો કહ્યુ હતુ કે  સૌરાષ્ટ્રમાં જાણીતા રાજકોટની ગીરીરાજ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ વિકાસના પંથે પ્રયાણ કરતાં ન્યુરો જોઈન્ટ રીપ્લેસમેન્ટ, ફેફસાના રોગની સારવાર સહિત અનેક સવલતોનો  ઉમેરો કર્યોે છે તથા ક્રિટીકલ કેરની અમારી ટીમમાં નવા બે નિષ્ણાત તબીબો જોડાયા છે. વિશ્ર્વ કક્ષાની અદ્યતન  સારવાર રાજકોટ-સૌરાષ્ટ્રના લોકોને ઘર આંગણે ઉપલબ્ધ બનાવવા, તમામ જટીલ સર્જરી,અદ્યતન આઈ.સી.યુ સહિત દર્દીને સારવાર માટે  જરૂરી મોટાભાગની સવલતો એક છત નીચે ઉપલબ્ધ કરાવવા ગીરીરાજ હોસ્પિટલ સતત પ્રયત્નશિલ છે. એમ  હોસ્પિટલના મેડિકલ ડાયરેકટર અને જાણીતા કિટીકસ કેર નિષ્ણાત ડો. મયંક ઠકકરે જણાવ્યું છે.

ડો.મયંક ઠકકરના જણાવ્યા અનુસાર રાજકોટમાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલી તેમની ગીરીરાજ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા સમાજના તમામ વર્ગના લોકોને સારામાં સારી સારવાર મળી રહે  એ માટે અમારી ટીમ સતત કાર્યરત રહે છે. ગીરીરાજ હોસ્પિટલ સતત પોતાની સવલતોમાં ઉમેરો કરી રહી છે. અમારી હોસ્પિટલ વિકાસના પંથે આગળ વધતા સુવિધાઓમાં ઉમેરો કરી રહ્યા છીએ, વર્ષોથી લોકોની સેવા કરતાં  અમો લોકોની  જરૂરીયાત પ્રત્યે સભાન  છીએ.ગીરીરાજ હોસ્પિટલ માં હવે ન્યુરોસાયન્સ, યુરોલોજી વિભાગ અને જોઈન્ટ રીપ્લેસમેન્ટ તથા ફેફસાના રોગની  સારવારનો વિભાગ શરૂ કરવામાં આવ્યા છે જેમાં જે તે ફિલ્ડના નિષ્ણાત અને અનુભવી તબીબોની સેવા સતત ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત ફિઝીશ્યન, ઓર્થોેપેડીક વિભાગમાં  તથા ગેસ્ટ્રોની સારવાર તો પહેલેથી જ ઉપલ્બધ છે જ. સૌરાષ્ટ્રમાં અમારી એક માત્ર હોસ્પિટલ છે કે ગેસ્ટ્રો (પેટના રોગોની સારવાર) વિભાગમાં નિષ્ણાત ફિઝીશ્યન અને સર્જન બન્ને  પ્રકારની સારવાર ઉપલબ્ધ છે.

ગીરીરાજ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં નવાવિભાગ શરૂ કરવામાંઆવ્યા છે. જેમાં ન્યુરોસાયન્સ વિભાગમાં જાણીતા ન્યુરોસર્જન ડો.અંકુર પાંચાણી અને સ્પાઈન સર્જન ડો. ભુપેશ પટેલ સેવા આપશે ન્યુરો સાયન્સ વિભાગમાં  અદ્યતન માઈસ્કોસ્કોપથી ઈમેજ ગાઈડેડ સર્જરી, ટાંકા વગરની એન્ડોસ્કોપીક સ્પાઈ સર્જન ડો,સ્ટીરીયો ટેકટીક બોયોપ્સી (કદાચ સૌરાષ્ટ્રમાં પ્રથમ અને એક માત્ર ગણી શકાય) માટે અદ્યતન સાધનો, મગન અદ્યતન ગીરીરાજ હોસ્પિટલમાં જોઈન્ટ રીપ્લેસમેન્ટ સર્જન તરીકે ડો. વિવેક પટેલ જોડાઈ રહ્યા છે. તેઓ ખ્યાતનામ ઓર્થોેપેડીક સર્જન છે, અમદાવાદની જાણીતી હોસ્પિટલોમાં  તેમણે  સેવા આપી છે. આગવી સુઝબુઝ અને અનુભવના કારણે તેમણે  અનેક જટીલ સર્જરી જેવી કે  રીવિઝન જોઈન્ટ રીપ્લેસમેન્ટ સર્જરી તથા કોમ્પ્લેક્ષ ટ્રોપા પણ સફળતા પૂર્વક કરી છે.

આ તકે ડો. મયક ઠકકરે માહિતી આપતાં જણાવ્યું હતું કે ગીરીરાજ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ (૨૭ નવજયોત પાર્ક મેઈન રોડ, ૧૫૦ ફુડ રીંગ રોડ, રાજકોટ મો.૯૭૨૭૭૯૯૦૮૧) ખાતે હાલ કિટીકલ કેર, ઓર્થો ટ્રોમા તથા ગસ્ટ્રોન લગતી તમામ સારવાર ઉપલબ્ધ છે કિટીકલકેરની ટીમમાં ડો. મયંક ઠકકર અને ડો.વિશાલ સદાતીયાની સાતે ડો.પિયુષ દેત્રોજા અને ફેફસાના રોગના અને કિટીકલ કેર નિષ્ણાંત ડો.રાજેશમોરી સેવા ઉપલબ્ધ બની છે.હોસ્પિટલમાં મેડિકેલ આઈ.સી.યુ ન્યુરો આઈ.સી.યુ તથા કાર્ડિેયાક આઈ.સી.સી.યુ એમ ત્રણે પ્રકારની કિટીકલ કેરની  સારવાર નિષ્ણાત તબીબો દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત જનરલ બોર્ડ સ્પેશ્યલ અને ડિલકસ રૂમ ઉપલબ્ધ છે. સમાજના તમામ વર્ગના લોકો સારામાં સારી સારવાર મેળવી શકે એનું  ધ્યાન રાખવામાં આવ્યું  છે. સી.ટી. સ્કેન સહિત રેડિયોલોજી વિભાગ, લેબોરેટરીની સવલત સતત ૨૪ કલાક ઉપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.