Abtak Media Google News

તસ્કરે રૂ. ૨.૯૦ લાખની કિંમતના ૨૦ મોબાઈલ સહિતનો મુદ્દામાલ ચોરી કર્યો ’તો

બગસરામાં મોબાઈલની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. ગત તા.૨ના રોજ મોડી રાત્રે સરગમ મોબાઈલ નામની દુકાન તસ્કરોએ તોડીને ૨૦ મોબાઈલ કિંમત રૂ. ૨.૯૦ લાખની ચોરી કરી દુકાનના સીસીટીવી કેમેરા તોડી રૂ.૫૫૦૦નું નુકસાન કર્યાની દુકાન માલિક ઇન્દ્રીશભાઈએ નોંધાવી હતી.

જિલ્લા પોલીસ વડા નિરલિપ્ત રાયની સૂચનાથી ગુનાનો ભેદ ઉકેલવા અલગ અલગ ટિમોને સૂચના આપતા ડીવાયએસપી એમ.એસ.રાણાના માર્ગદર્શન હેઠળ બગસરા પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા એક અલગ ટિમ બનાવી પી.આઈ. એચ.કે. મકવાણા, પીએસઆઈ યુ.એફ.રાવલ, હેડ કોન્સ્ટેબલ જીજ્ઞેશભાઈ, યોગેશભાઇ પરમાર, રવીદાન ગઢવી, ઘનશ્યામભાઇ મહેતા, જયરાજભાઈ વાળા, સુલતાનભાઇ પઠાણ સહિતના સ્ટાફે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી ૨૦ મોબાઈલ તેમજ મોબાઈલના ઓરીજનલ ચાર્જર સહિતના તમામ મુદ્દામાલ સાથે આરોપી સલીમ આદમ ચોપડા, જુનેદ અબુભાઈ લાખાણીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.