Abtak Media Google News

લોધીકા તાલુકા પંચાયતની સ્વ ભંડોળની ગ્રાન્ટમાંથી સાંગણવા ગામે પેવિગ બ્લોકના કામનું ખાતમૂહુત ધારાસભ્ય  લાખાભાઇ સાગઠીયાના હસ્તે કરવામાં આવ્યું  હતું. આ તકે તાલુકા પંચાયત પ્રમુખ હરિશચંદ્રસિહ જાડેજા તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જી. જાડેજા સાંગણવાના સરપંચ ખીમજીભાઈ કોરાટ, ઉપસરપંચ બેચરભાઈ જયોતિભાઇ જાડેજા, ચદુભા જાડેજા છગનભાઈ પતોડિયા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. લોધીકા તાલુકાના જસંવતપુરથી કણકોટ સુધીના ડામર રોડનુ ખાતમૂહુત પણ ધારાસભ્યશ્રીના હસ્તે કરવામાં આવેલ આ તકે તાલુકા પંચાયત પ્રમુખ હરિશચંદ્રસિહ જાડેજા તાલુકા પંચાયત અધ્યક્ષ દિગ્વિજયસિંહ જાડેજા તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા રા.લો.સંધના ડિરેક્ટર મનસુખભાઈ સરધારા સરપંચ બાબુભાઈ હિરાણી કાળુભાઇ બાબુભાઈ રામાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.