Abtak Media Google News

૮૧૩.૪૯ કરોડ ઇ-પેમેન્ટ દ્વારા ખેડૂતોના ખાતામાં જમા કરાયાં

રાજય સરકાર મારફતે કૃષિ સહાય પેકેજના ચુકવણાને ધારાસભ્ય ગોવિંદ પટેલે આવકાર્યુ છે.

પટેલે જણાવ્યું હતું કે ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં કયારેય પણ આ પ્રકારના નિર્ણય લઇને તુરંત ચુકવણું થાય તેવો ઇતિહાસ ભુતકાળમાં કયારેય જોયો નથી રાજય સરકારે કુલ ૨૦ જીલ્લામાં ૧૦,૬૦,૮૪૨ ખેડુતોને તા. ૨૬-૧૦-૨૦ ના ચાર કલાક સુધીમાં ૮,૧૩,૪૯,૯૧,૨૩૫ આઠસો તેર કરોડ ઓગણ પચાસ લાખ એકાણું હજારને બસો પાત્રીસ  જેવી રકમ ખેડુતોના ખાતામાં ઇ-પેમેન્ટ દ્વારા જમા થયેલ છે. જેમાં કચ્છમાં સૌથી વધુ એકસો ચોવીસ કરોડ પાંચ લાખ ત્રેપન હજાર જેવી રકમ તેમજ રાજકોટ જીલ્લામાં ૮૮૨૦૮, ખેડુતને ૬૬,૫૧,૩૪,૪૬૦, અમરેલી ૧,૩૫,૭૩૩, ખેડુતને ૧૦૫,૫૧,૮૦,૦૫૭ ભાવનગરમાં ૧,૨૩,૫૯૬, સુ.નગરમાં ૬૧,૨૩૩ ખેડુતને ૪૯,૫૧,૪૯,૪૧૨, મોરબી જીલ્લો ૫૮૩૭૧ ખેડુતને ૪૩,૯૦,૦૪,૦૮૧, જામનગરમાં ૫૧૧૮૮ ખેડૂતને ૪૦,૯૪,૬૪,૯૯૮, જુનાગઢમાં ૪૮૨૨૮ ખેડુતને ૩૪,૪૬,૨૪,૦૭૭ જેવી રકમ કિશાન સહાય યોજના હેઠળ ચુકવવામાં આવેલ છે. તેને આવકારી ધારાસભ્યએ અંતમાં સરકારને અભિનંદન પાઠવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.