Abtak Media Google News

પ્રાથમિક સુવિધાઓ અને વિવિધ પ્રશ્ર્ને યોગ્ય કરવા ખાત્રી આપી

૯૦-સોમનાથ વિધાનસભાના યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ વેરાવળ પાટણ સયુંક્ત  નગરપાલિકાના સફાઈ કામદારો ઉપવાસ આંદોલન પર ઊતરેલ તે ઉપવાસી છાવણી ની મુલાકાત લીધી તેમજ વેરાવળ જિલ્લા પંચાયતની બાજુમાં આવેલ વેરાવળની હાર્દ સમાન મોટી શાકમાર્કેટની મુલાકાત લીધી હતી.

૯૦-સોમનાથના યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ વેરાવળમાં આવેલ મોટી શાકમાર્કેટ ની મુલાકાત લેતા ત્યાના નાના નાના વેપારીઓ તેમજ નીચે બેસીને શાકભાજી વેચનાર બહેનોની રૂબરૂ રજૂઆત સાંભળી. જેમાં મોટી શાકમાર્કેટની આસપાસની ગટરો ઉભરાય છે અને આ ગંદકીની કારણે ત્યાના શાકભાજી વેચનાર અને લેનાર શહેરી જનોને ખુબજ પરેસાની થાય છે. આ ગંદકીથી ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેસત છે. આમ ધારાસભ્ય વિમલભાઈ દ્વારા આ શાકભાજી વેચનાર નાના અને ગરીબ વેપારીઓની રજૂઆતને ધ્યાને લઈ નાયબ કલેકટરને ઉગ્ર રજૂઆત કરેલ.

રૂખી વાલ્મીકિ સમાજ વેરાવળ પાટણના સયુંક્ત નગરપાલિકાના સફાઈ કામદારોની જુદી જુદી માંગણીઓ સબબ ઉપવાસ આંદોલન ઉપર ઊતરેલ હોય તે ઉપવાસ છાવણીની મુલાકાત લીધેલ તે દરમ્યાન ઉપવાસ પર બેસેલ રૂખી વાલ્મીકિ સમાજના સફાઈ કામદારોની જુદી જુદી માંગણીઓની રજૂઆતો ગંભીરતા પૂર્વક સાંભળેલ અને આ આંદોલન વિશે ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ સરકાર સમક્ષ તેમની આ માંગણી સંતોસાય અને વેરાવળ પાટણ શહેરના પ્રજાજનો આ રોગચાળાનો સામનો ન કરવા માટે સુખરૂપ આંદોલન સમેટાય જાય તે બાબતે સરકારમાં રજૂઆત કરવા જણાવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.