Abtak Media Google News

ઇન્ડિયન વીમેન્સ ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે ક્રિકેટની દુનિયામાં એક અનોખો ઇતિહાસ રચ્યો છે. શુક્રવારે ઇંગ્લેન્ડ સામે રમાયેલી વનડે મેચમાં મિતાલી રાજે એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે મહિલા ક્રિકેટમાં પહેલી ખેલાડી બની ગઇ છે તેણે ૧૯૨ વન ડે મેચ રમી હોય. વિશ્વ ક્રિકેટમાં અત્યાર સુધી કોઇ પણ મહિલાએ આટલી મેચ રમી નથી. ૩૫ વર્ષીય મિતાલી રાજે પોતાની પહેલી વન ડે મેચ ૨૬ જૂન ૧૯૯૯ના રોજ રમી હતી.

મિતાલી અતયાર સુધી આટલી મેચોમાં ૬૨૯૫ રન બનાવી ચુકી છે. તેમાં ૬ સદી અને ૪૯ અડધી સદી ફટકારી ચુકી છે. આ ઉપરાંત ૧૦ ટેસ્ટ મેચ અને ૭૨ ટી૨૦ મેચ રમી ચુકી છે. અગાઉ સૌથી વધુ વન ડે મેચ રમવાનો રેકોર્ડ ચારલોટ એડવર્ડ્સના નામે હતો.

આ પેહેલા શાર્લોટ એડ્વર્ડસે ૧૯૧ મેચ,ઝૂલણ ગોસ્વામીએ ૧૬૭  અને એલેક્સ બ્લેકવેલ ૧૪૭ મેચ પોતાના દેશ વતી રમી ચુક્યા છે

ઉલ્લેખનીય છે કે મિતાલી રાજ વન ડે મેચમાં સતત સાત અડધી સદી ફટકારનાર દુનિયાની એક માત્ર ખેલાડી છે. હવે તે ટી ૨૦માં સતત ચાર અડધી સદી ફટકારનાર દુનિયાની પહેલી બેટ્સમેન બની ચુકી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.