Abtak Media Google News

ફિનાન્સીયલ ઈન્કલુઝન અંતર્ગત વિર્દ્યાથી-વાલી આવતીકાલના નાગરિકોને બેકિંગ પ્રવાહ સાથે જોડવાનું અભિયાન

ફક્ત બેંકિંગ જ નહિ પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વ સાથે કાર્ય કરતી, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા આવતીકાલના નાગરિકોને બેંકિંગ પ્રવાહ સો જોડવાનું અભિયાન શરૂ કરાયું છે જેનું નામ છે, મિશન નેક્સ્ટ જનરેશન.

બેંકના ચેરમેન નલિનભાઇ વસા જણાવે છે કે, ‘ફીનાન્સીયલ ઇન્કલુઝન (બેંકિંગ ગતિવિધિ સાથે જોડવાની પ્રક્રિયા) અંતર્ગત ૧૦ વર્ષથી મોટા અને ૧૮ વર્ષ સુધીના બાળકોનાં બેંક ખાતા તેમની શાળામાં જઇને ખોલવામાં આવે છે. બાળકની સહીથી જ નિયત રકમનાં વ્યવહાર કરવાની છુટ મળે છે. એટીએમ કાર્ડનો પણ વપરાશ કરી શકે છે. બાળકની પ્રથમ સહી બેંક ચેક ઉપર થાય એ તેમના માટે એક સંભારણું બની રહે છે.’

'Mission-Next-Generation'-Campaign-Of-Rajkot-Citizen-Cooperative-Bank-Ltd
‘mission-next-generation’-campaign-of-rajkot-citizen-cooperative-bank-ltd

મહારાષ્ટ્રમાં ૪ સહિત ગુજરાતભરમાં ૩૮ શાખાઓનું વિશાળ નેટવર્ક ધરાવતી બેંક દ્વારા વિવિધ શાળાઓનો સંપર્ક કરી, વિર્દ્યાીઓને બેંકિંગ વ્યવહારની જરૂરિયાત અંગે વિસ્તૃત સમજણ અને માર્ગદર્શન આપવામાં આવે છે અને ખાતા ખોલવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત વિર્દ્યાથી જ નહિ પરંતુ વાલી અને શાળા માટે પણ વિશેષ સુવિધા શરૂ કરાયેલી છે. વાલીગણ મોબાઇલ બેંકિંગી અનુકુળતાએ-સરળતાથી શાળાની ફી ભરી શકે સાથો સાથ ફી ભરવા માટે ધિરાણની પણ સુવિધા મળે છે. શાળા તેના કર્મચારીગણના ખાતા ખોલાવી ફક્ત એક જ ચેક દ્વારા દરેકનાં પગાર જમા કરાવી શકે છે. વિર્દ્યાથીની ફી મેળવવાની ઝંઝટમાંથી અને વહીવટી કામગીરીમાંથી મૂક્તિ મળે છે. સાોસા રોજેરોજનાં બેંકિંગ વ્યવહારની અપડેટ માહિતી વેબસાઇટ પરી મેળવી શકાય છે. બેંક દ્વારા અવારનવાર શાળાને સો રાખી ફીનાન્સીયલ લીટરસી (ર્આકિ સાક્ષરતા) અંગેના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.

બેંકના આ અભિયાન કી, બાળવયી જ બેંકિંગ ગતિવિધિના પરિચય અને કામગીરીને કારણે, ૧૮ વર્ષ બાદ આ પેઢી આ ક્ષેત્રમાં ગભરાહટ કે મુંઝવણ વગર આત્મવિશ્ર્વાસ સાથે ગંભીરતાથી કાર્ય કરશે અને વધુને વધુ સક્ષમતા પુરવાર કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.