Abtak Media Google News

મિસિસ ઇન્ડિયા બ્યુટી કિવન કોન્ટેસ્ટના વેસ્ટ ઝોન વિનર થયેલા રાજકોટના નીશા ચાવડાનું પ્રેરક આયોજન

લગ્ન બાદ મહિલાઓને પોતાનું સ્વપ્ન સાકાર કરવા તેમજ ઉડાન ભરવાની અનેરી તક

ગુજરાતના ચાર શહેરોમાં ઓડીશન લેવાશે: અમદાવાદ ફિનાલે: રાજકોટમાં તા.૧ અને ર એપ્રીલે હેમુગઢવી હોલ ખાતે ઓડીશન

મિસિસ ઇન્ડિયા બ્યુટી કિવન કોન્ટેસ્ટમાં વેસ્ટ ઝોન વિનર બનેલા રાજકોટના નિશા ચાવડા દ્વારા મિસિસ ગુજરાત કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧ અને ર એપ્રિલે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે ઓડીશન લેવામાં આવશે. ત્યારબાદ ફિનોલે તા. ૭ થી ૧૩ મે દરમ્યાન અમદાવાદ ખાતે યોજાશે આ અંગેની વિસ્તૃત વિગ આપવા નિશા ચાવડાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આમ તો દેશની તમામ સ્વરુપવાન મહીલાઓ મુંબઇ અને દિલ્હી અને જયપુર જેવા શહેરમાં થતી મીસ ઇન્ડિયા અને મિસિસ ઇન્ડિયા સ્પર્ધાથી વાકેફ થઇ છે. પણ જયાં સુધી ગુજરાતનો સવાલ આવે છે ત્યારે ભાગ્યે જ મહિલાઓ બ્યુટી સ્પર્ધામાં સામેલ થતી હોઇ છે. પણ હવે જમાનો બદલાયો છે. અને ખાસ કરીને પરિણીત મહીલાઓને લગ્ન બાદ પોતાના સ્વપ્ન પુરા કરવા માટે અને નવી ઉડાન ભરવા માટે તેમજ મિસિસ ગુજરાત સ્પર્ધામાં ભાગ લઇને પોતાનું હુન્નર અને આત્મ વિશ્ર્વાસ પ્રસ્તુત કરવાનું એક પ્લેટફોર્મ મિસિસ ગુજરાત બ્યુટી કિવન ૨૦૧૮ દ્વારા પોરુ પાડવામાં આવી રહ્યું છે.

૨૦૧૭માં જયપુર ખાતે યોજાયેલી મિસિસ ઇન્ડિયા બ્યુટી કિવન સ્પર્ધાના ફાઇનલમાં પહોંચીને વેસ્ટ ઝોન  વિજેતા બનનાર અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કરનાર રાજકોટના નિશા ચાવડા દ્વારા હવે ગુજરાતના ચાર મુખ્ય શહેર રાજકોટ, અમદાવાદ, બરોડા અને સુરત ખાતે મિસિસ ગુજરાત બ્યુટિ કિવન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ર૦ વર્ષથી પપ વર્ષની કોઇપણ પરિણીત મહીલા ભાગ લઇ શકશે.

આ અંગે વધુ માહીતી આપતા મિસિસ ગુજરાત બ્યુટી કિવનના ડિરેકટર નિશા ચાવડાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ગુજરાતમાં નાના સ્કેલ પર આ પ્રકારની ઇવેન્ટ ગુજરાતમાં ઘણી વખત થતી હોઇ છે પણ તેની ખાસ વેલ્યુ હોતી નથી અને તેમાં ગુજરાત બહાર ભાગ લેવાનો મોકો જીત્યા પછી પણ મળતો નથી પરંતુ અહીં ભાગ લેનાર અને ફાઇનાલિસ્ટ બન્યા બાદ જે પાંચ વિજેતા થશે. તેઓને નેશનલ લેવલની મિસિસ ઇન્ડિયા બ્યુટી કિવન કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટેની ડિરેકટ એન્ટ્રી મળી રહેશે. અહીં ર૦ થી ૪૦ વર્ષની પરિણીત મહીલાઓ માટે મીસીસ ગુજરાત બ્યુટી કોન્ટેસ્ટની સાથે સાથે ૪૧ થી પપ વર્ષની પરીણીત મહીલાઓ માટે કલાસીક લેવલ સ્પર્ધાનું આયોજન કરાયું છે.

નિશા ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે આ સ્પર્ધાની શરુઆત માર્ચમાં થશે અને મે મહીનાની ૭ મેં થી ૧૩ મે સુધી ગ્રાન્ડ ફીનાલે અમદાવાદમાં ફાઇવ સ્ટાર હોટેલમાં થશે. મિસિસ ગુજરાત બ્યુટિ કિવન કોન્ટેસ્ટ માટે ુજરાતના મુખ્ય શહેરમાં ઓડીશન ટેસ્ટ રાખવામાં ાવ્યા છે. જેમાં વડોદરામાં ૧૭ અને ૧૮ માર્ચ, અમદાવાદમાં ર૪ અને રપ માર્ચ, રાજકોટમાં ૧ અને ર એપ્રિલ અને સુરતમાં ૭ થી ૮ એપ્રિલના રોજ ઓડીશન રાઉન્ડ થશે. આ માટેના વેન્યુની જાહેરાત પણ ટુંક સમયમાં કરવામાં આવશે આ ચારેય રાઉન્ડમાંથી પસંદ થયેલા ૯૦ થી ૧૦૦ સ્પર્ધકોને ફાઇનલ રાઉન્ટ માટે અમદાવાદ બોલાવામાં આવશે. જયાં પંચતારક હોટેલમાં તેઓનો ફાઇનલ રાઉન્ડ થશે જેમાં દરેક સ્પધકને નિષ્ણાત દ્વારા ૬ દિવસ માટે આ ફિલ્ડના એકસપર્ટ દ્વારા ગ્રુમિંગ કરવામાં આવશે. અને બોલીવુડ સેલિબ્રિટી અને ફેશન ડિઝાઇનર તેમજ જાણીતા જજીસ દ્વારા વિજેતા કરવામાં આવશે. મિમિસ ગુજરાતનો તાજ હાંસલે કરનાર મહીલા ૨,૫૦,૦૦૦ નો ચેક ઉ૫રાંત ક્રાઉન અને સેસ વડે નવાજિત કરવામાં આવશે. અને અન્ય ગિફટના ઉપહાર પણ આપવામાં આવશે. જયારે બાકીના અન્ય ચાર વિજેતાને પણ અનેક ગીફટ અને અન્ય પુરસ્કારથી નવાજવામાં આવશે.

મિસિસ ગુજરાત બ્યુટી કિવનમાં કુલ પાંચ વિજેતા બનવામાં આવશે અને આ ઉપરાંત બેસ્ટ સ્માઇલીંગ ફેઇસ, મિસિસ ફોટોજેનિક જેવી ૧૬  જેટલી કેટેગરીના વિજેતા ગહીણોઓને સેસ પહેરવામાં આવશે.

આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ મહીલાઓને પ હજારની કિંમતની ગીફટ પણ આપવામાં આવશે. રાજકોટ, સુરત, વડોદરા, અને અમદાવાદમાં યોજાનારા ઓડીશન ટેસ્ટમાં ગુજરાતમાં રહેતા કોઇપણ શહેરમાંથી કોઇપણ શહેરની પરિણીત મહલલા ભાગ લઇ શકશે અનો પોતાનું નામ રજીસ્ટર્ર કરાવી શકશે.  આ સ્પર્ધાની ગ્રાન્ડ ફિનોલેનું જાણીતી ગુજરાતી ચેનલ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે વેબસાઇટwww.mrsgujaratbeautyqueen.comપર ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ કરાવી શકાશે.  વધારે માહીતી માટે મો. નં. ૯૦૯૯૬૦૬૩૭૩ ને ૭૮૭૪૪૨૧૯૯૪ ઉપર પણ સંપર્ક કરીને વિશેષ વિગત જાણી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.