દુષ્કર્મ અક્ષમ્ય સામાજિક “અભિશાપ”

ભારતીય સામાજિક સંસ્કૃતિ અને શિષ્ટાચારમાં મહિલા સન્માનની ભાવના એક અભિનન પરંપરા તરીકે જોડાયેલ છે દરેક પરિવાર સમાજ દીકર, બહેન, પત્ની માતાના દરેક પાત્ર રૂપને સન્માન આપવા માટે કટિબદ્ધ છે ત્યારે મહિલા અત્યાચાર અને મહિલા સાથેના અભદ્ર વર્તનને સમાજમાં ક્યારેય સ્વીકૃતિ મળતી નથી અને આ માટે તમામ પ્રકારની સામાજિક વ્યવસ્થાના હાર્દ અને કેન્દ્રમાં સ્ત્રી સન્માનની ભાવના જળવાઈ તેવા અભિગમ રહેલા હોય ત્યારે કમનસીબી એ છેલ્લા કેટલાક સમયથી આપણા કહેવાતા શિષ્ટ સમાજમાં ભયંકર અશિષ્ટ એવા મહિલા સાથેના દુષ્કર્મના બનાવો પીડાદાયક બની ગયા છે એક તરફ આપણા લોકતંત્રને વધુને વધુ સુદ્રઢ બનાવવા માટે ચૂંટણી પ્રક્રિયાથી લઈને કાયદાકીય વ્યવસ્થા અને સામાજિક જાગૃતિ માટે સતત પણે પ્રયત્ન થતાં રહે છે અને તેના પરિણામો પણ સારા મળી રહ્યા છે સામાજિક જાગૃતિના કારણે આપણા સમાજ સાથે દાયકાઓ નહીં પરંતુ સદીઓથી જોડાયેલા કેટલાક કુરિવાજોને આપણે સંપૂર્ણપણે નાબૂદ કરવામાં સફળ રહ્યા છીએ જેમકે નિરક્ષરતા દીકરા-દીકરી વચ્ચે ભેદ સતીપ્રથા બાળ લગ્ન વેઠ પ્રથા વ્યસન દહેજ જેવી ઘણી બાબતો સમાજમાંથી હવે સંપૂર્ણપણે લો પ નહીં તોપણ ખુબજ મોટા પ્રમાણમાં ઓછી થતી જાય છે, સામાજિક બદલાવના આ અધ્યાયમાં વધતા જતા શૈક્ષણિક સ્તર અને સામાજિક જવાબદારીઓ ને અવશ્યપણે કારણભૂત ગણવામાં આવે તો કંઈ અતિશયોક્તિ નહીં લાગે …ત્યારે ખુબ જ ખૂબસૂરત બનતી જતી લોકશાહી અને સામાજિક વ્યવસ્થા પર જાણે કે બદનુ મા દાગ તરીકે બળાત્કાર અને દુષ્કર્મ ની સમસ્યા જે સંપૂર્ણપણે કાબૂમાં લેવા આપણી વ્યવસ્થા ક્યાંકને ક્યાંક  ઉણી ઉતરતો હોય તેવું દેખાય છે

સમગ્ર દેશને હચમચાવનારા દિલ્હીના નિર્ભયા કાંડ રાજકોટની ચાંદની હત્યાકાંડ જેવી ઘટનાઓમાં સમગ્ર દેશમાં આરોપીઓ સામે ઉભી થયેલી નફરતની ભાવના અને ન્યાયિક રીતે આરોપીઓને મૃત્યુદંડ સુધીની સજા થવા પામી હતી બળાત્કારી સામે કઠો ર કાયદાકીય અને દંડ સંહિતાની જોગવાઇ જરૂરી છે અને તેમાં મહત્તમ રીતે કામ થઇ રહ્યું છે બે દિવસ પહેલા ઉત્તર પ્રદેશમાં વધુ એક ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધું છે અનેકવિધ કાયદાકીય પ્રયોજનો સામાજિક જાગૃતિ અને સચેતતા હોવા છતાં આવી ઘટનાઓ સામે આવતી જાય છે કે સમાજ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ માટે અવશ્યપણે ચિંતાજનક છે સામાજિક અપરાધ અને ગુનાઓનું પ્રમાણ સંપૂર્ણપણે નાબૂદ કરવું અશક્ય નથી ક્રાઇમ રેટ ઝીરો ટોલે રેન્સ સુધી ક્યારે યેજવાનું નથી સમાજમાં સામાજિક શિષ્ટાચાર નું પ્રમાણ મહત્તમ રીતે સોમાંથી ૯૭% સુધી પહોંચી શકે છે ૩થી૭% સામાજિક અનિષ્ઠ તું અસ્તિત્વ રહેવાનું જ પરંતુ આ અનિષ્ટો સામે સામાજિક જાગૃતિ અસરકારક પરિબળ તરીકે સમાજને સુરક્ષિત રાખી શકે તેમાં બેમત નથી દુષ્કર્મની ઘટના બને ત્યારે તેના વિરુદ્ધની લાગણી સ્વભાવિક છે સ્મશાન વૈરાગ્ય ની જેમ જ્યારે અંતિમ સંસ્કારમાં ને ત્યારે દરેકને ઊભો થતો વેરાગનો ભાવ ઘેર આવ્યા પછી ભુલાઈ જાય છે.આ જ રીતે દુષ્કર્મ જેવી ઘટનાઓ સામે ઉભી થતી નફરત અને હવે પછી આવી ઘટના ન થાય તે માટે ની સાવચેતી રાખવાની સામાજિક જવાબદારી અલ્પ જેવી સાબિત થાય છે બળાત્કારના સામાજિક અનિષ્ઠ ને કાબુમાં લેવા માટે કડક કાયદો વ્યવસ્થાની સાથે સાથે અવશ્ય પાણી સામાજિક જાગૃતિ અને વધુ સચેત કરવાની આવશ્યકતા છે

Loading...