Abtak Media Google News

એકતાયાત્રા પરિભ્રમણ દરમિયાન ગામેગામ થતુ સ્વાગત

લોખંડી પુરુષ સરદાર પટેલની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા અંગે લોકજાગૃતિ માટે રાજયભરમાં યોજાઈ રહેલ એકતાયાત્રા અંતર્ગત દેવભૂમિ દ્વારકામાં પણ એકતા યાત્રાઓ ચાલી રહી છે જે અનુસંધાને ભાણવડ તાલુકાના ગુંદલા ગામેથી રાજયના સામાજીક શૈક્ષણિક પછાત વર્ગના મંત્રી તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રભારી વાસણભાઈ આહિરે એકતા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

આ યાત્રા ભાણવડ તાલુકાના ગુંદલાથી સાજડીયાળી, રેટા કાલાવડ, સણખલા, રૂપામોરા વિગેરે સહિત તાલુકાના વિવિધ ગામોમાં પરીભ્રમણ થયું હતું. ગામે-ગામ લોકો દ્વારા એકતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ગામની બાળાઓએ સરદાર પટેલની પ્રતિમાનું કુમકુમ તિલકથી સ્વાગત કર્યું હતું. ગામના આગેવાનો અને અધિકારીઓએ સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કર્યા હતા. સરદાર પટેલના કાર્યોની એક દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.