Abtak Media Google News

૪ વોર્ડમાં ૨૮ જગ્યાએ સી.સી. રોડના કામો કરાશે

શહેરના વોર્ડ નં. ૨, ૩, ૧૦, ૧૧માં આશરે રૂ.૧૭૧.૭૪ લાખના ખર્ચે નારા વિવિધ વિકાસ કામોના ખાતમુહુર્ત અન્ન નાગરીક પુરવઠા અને ગ્રાહકોની સુરક્ષા, કુટીર ઉદ્યોગ રાજયમંત્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાના હસ્તે સંપન્ન કરવામાં આવ્યા હતા.

આ તકે રાજ્યમંત્રીએ કહ્યું હતું કે, છેવાડાના માનવીનો પણ વિકાસ થાય તે માટે રાજય સરકાર સતત કાર્યરત છે, દરેકને પૂરતી આંતરમાળખાકીય સુવિધા મળી રહે તે માટે વોર્ડ નં ૨,૩,૧૦,૧૧માં આ વિકાસકાર્યોના ખાતમુહૂર્તનું કરવામાં આવ્યું હતું. મહાનગર સેવા સદન દ્વારા આયોજીત વિકેન્દ્રીત જિલ્લા આયોજન અંતર્ગત ધારાસભ્ય ધર્મેન્દ્વસિંહ જાડેજાની ૧૦ ટકા લોકભાગીદારી ગ્રાન્ટમાંથી જામનગર શહેરના ૪ વોર્ડમાં ૨૮ જગ્યાએ સી.સી.રોડના કામો કરાશે.

આ પ્રસંગે તેમની સો, શાશક પક્ષના નેતા દિવ્યેશભાઇ અકબરી, સ્ટેન્ડીંગ ચેરમેન સુભાષભાઇ જોષી, માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન ધીરૂભાઇ કારિયા, અગ્રણી વિમલભાઇ કગરા, નગરસેવકો સર્વ દિનેશભાઇ પટેલ, અલ્કાબા જાડેજા, જયન્દ્રસિંહ ઝાલા, કિસાનભાઇ માડમ, ચેતનાબેન પુરોહિત, જનકબા જાડેજા, શિક્ષણ સમિતિના સભ્ય હર્ષાબા જાડેજા, ભાવિષા ધોળકિયા, પ્રજ્ઞાબા સોઢા, સહિતના મહાનુભાવો ઉપસ્તિ રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.