જસદણ પંથકમાં સીમશાળામાં વીજના વધામણા તેમજ પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરતા મંત્રી બાવળીયા

૩૪ અંતરિયાળ શાળાઓના વિદ્યાર્થીઓને લાઇટ, પંખા, કોમ્યુ. અને શૈક્ષણિક વીજ ઉપકરણનો મળશે લાભ

‘નલ સે જલ’ કાર્યક્રમ દ્વારા ૧૪.૧૪ લાખના ખર્ચે ૭૦ હજાર લીટરની પાણીની ટાંકીનો ગ્રામજનોને મળશે લાભ

રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ફુલઝર અને આંકડીયા ગામની સીમ શાળામાં પ્રથમ વખત વીજળી પ્રજ્વલિત થઈ ત્યારે સીમ શાળાના બાળકોના વાલી એવા સીમાડામાં રહેતા માલધારી પરિવારોમાં આનંદની લાગણી પ્રસરી હતી.

જસદણ અને વિછીયા વિસ્તારના ધારાસભ્ય અને પાણી પુરવઠા તથા પશુપાલન વિભાગના મંત્રી  કુંવરજીભાઈ બાવળિયાએ ફુલઝર અને આંકડીયા ગામની સીમ શાળામાં પહોંચી  શાળાના વર્ગખંડમાં લેમ્પની સ્વીચ ઓન કરી ત્યારે લોકોએ વીજળીના વધામણાં કર્યા હતા.

જયારે જેતપુર તાલુકાના જુની સાકળી ગામ ખાતે ગ્રામ્ય જળ અને સ્વચ્છતા સમિતિની દ્વારા ઓ ગ મે ન્ટે શ ન  જનરલ ઈન રૂરલ એરિયા ટેપ કનેક્ટિવિટી ‘નલ સે જલ’કાર્યક્રમ દ્વારા કુલ અંદાજિત ૧૪.૧૪  લાખ ના ખર્ચે  ગામની પાણી પુરવઠા યોજના માં ઉચી પાણીની ટાંકી મંજૂર કરતા  વાસ્મો  દ્રારા જેતપુર તાલુકાના  જુની સાકળી ગામ ખાતે ૭૦હજાર લિટરની ક્ષમતા ૧૨ મીટર ઊંચાઇ સાથે ની ઉચી પાણીની ટાંકી નું ખાત મુહૂર્ત  પાણી પુરવઠા અને પશુપાલન ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી કુવરજીભાઈ બાવળિયા હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પુર્વ મંત્રી જસુમતીબેન કોરાટ અગ્રણી  ભુપતભાઈ સોલંકી. દિનકરભાઇ ગુંદરિયા .આર કે  રૈયાણી .વેલજી ભાઈ સરવૈયા. સુભાષભાઈ બાંભરોલીયા . વજુભાઈ કોઠારી. વિપુલભાઈ સંચાણીયા .રામભાઈ જોગી બાબુભાઈ ખાખરીયા .સરપંચ  અરવિંદભાઈ વાલાણી. તેમજ વાસ્મોના અધિકારી એન જે રૂપારેલ . કમલેશ રાવલ  સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.