Abtak Media Google News

જંગલના પ્રતિબંધિત વિસ્તારમાં જ ખોદકામ કરી મોરમ, માટીથી રસ્તા રીપેર કર્યા

જવાબદારો સામે કડક પગલા ભરો: આર.ટી.આઇ. એકટીવિસ્ટની મુખ્યમંત્રીને રજૂઆત

ગીર પશ્ર્ચિમ વિભાગમાં વિસાવદર રેન્જ અધિકારીએ જંગલના કાયદાને તોડી પ્રતિબંધિત વિસ્તારમાં ખોદકામ કરી લાખો રૂપિયાના કૌભાંડ હોવાના આક્ષેપ સાથે સરકારના ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

વડા ચીભડા ગળેએ કહેવાતને વિભાગની વિસાવદર રેન્જનાં અધિકારીઓએ સાર્ંથક કરી છે. ખુદ કાયદો તોડીની નીતિ નિયમો તોડી જંગલનાં પ્રતિબંધ વિસ્તારમાં ખોદકામ કરી લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યાનું માહિતી અધિકાર કાયદમાં બહાર આવ્યુ છે.

ભુલથી જંગલના પ્રતિબંધિત વિસ્તારમાં રાહદારી પ્રવેશે કે માલિકીની વાડી ખતેરમાં શેઢમાંથી ઘર વપરાશ માટે સૂકા લાકડા ભેગા કરે તો સામાન્ય માગણ ઉપર કાયદનો જે દંડ ઉગામનાર જંગલના અધિકારીઓ પોતે કાયદાનો ભંગ કરી રહ્યા છે.

વિસાવદર રેન્જમાં અભયારણ્યમાં પ્રતિબંધિત વિસ્તારમાં રથી ૫ કી.મી.નાં રસ્તાઓ રીપેર કરવામાં પ્રતિબંધીત જંગલ વિસ્તાર.માં વન્ય પ્રાણીઓના આવાસમાં વન્ય પ્રાણીઓને ખલેલ પહોંચાડી જે.સી.બી. ચલાવી ફોરેસ્ટર આર.એફ.ઓનાં મળતીયાઓના નામે ૭.૫લાખ ઉધારી નખાયા છે.

વિસાવદરના આરટીઆઇ કાર્યકર ભરત ચૌહાણ દ્વારા માહિતી અધિકારી કાયદાનો ઉપયોગ કરી વિસાવદર રેન્જમાં ૧૨ મુદ્દાની માહિતી માગી હતી. જે અન્વયે મુદા નં.૪માં મેજરમેન્ટ બુકની નકલ માંગવામાં આવી જેમાં આખા કૌભાંડનો પર્દાફાશ થતા વનવિભાગમાં ચકચાર મચી છે.

વિસાવદર રેન્જમાં ૮૬ કી.મી.ની રેન્જ ૨૯ રસ્તાઓ રીપેરીંગ કરવામાં આવ્યા છે. એમ.બી. રિર્પોટ લખવામાં આવ્યા મુજબ જંગલનાં કાચા રસ્તા  રીપેર કરવા માટે રસ્તાની સાઇડમાં તેમજ આસપાસનાં વિસ્તારમાં જે.સી. બી.થી ટાસોડો ખોદી ટ્રેકટરથી ટાસોડો-મોરમ લાવીને મજૂરોદ દ્વારા ખાડા બુરી નાખવામાં આવ્યા છે.

ખુદ જંગલ ખાતાનાં જવાબદાર આર.એફ.ઓ. ફોરેસ્ટર દ્વારા વન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓના આંખમીચ મણાં અને મહેરબાનીથી બેબે ત્રણ ત્રણ માસે રસ્તાઓ રીપેર કરવાનાં બીલો વાઉચરોથી મસમોટું કૌભાંડ આરી પ્રતિબંધિ વિસ્તારમાંથી ગેરકાયદે ખનીજ ચોરી કરાતાનું બહાર આવ્યું છે.

વિસાવદર રેન્જમાં અભયરણ્ય વિસ્તારમાં વન વિભાગનાં જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ એ મેળાપીપણુ કરી રામપરા, બનાકસકાંઠા, તળીયાધાર, વાવ છે કે રાજસ્થાનનાં જેમા બગડુ ગામનાં મજૂરોનાં ખાતામાં રસ્તા રીપેરીંગનાં રૂપિયા જમા કરાયા હોવાનું બહાર આવ્યું છે.

વિસાવદર રેન્જનાં પ્રતિબંધિ અભયરણ્યમાં રસ્તા રીપેર કરવાના ભ્રષ્ટાચારની તપાસ કરવા વિસાવદરના આર.ટી.આઇ એકે.ટી.વિસ્ટ ભરત ચૌહાણે આ સમગ્ર ઘટનાની તપાસ માટે વિજીલન્સ શાખા, પી.સી.સી. એફ વન અને પર્યાવરણનાં અગ્રસચિવ, મુખ્યમંત્રી, વનમંત્રી, ડી.સી. એફ, સી.સી.એફને ફરિયાદ કરી છે.

તટસ્થ અને નિષ્યક્ષ એવા ગાંધીનગર સલવાર અધિકારીને તપાસ સોંપવામાં રજૂઆત કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.