Abtak Media Google News

ભારત સરકારના અને ગુજરાત સરકારના વિવિધ કાયદોને કારણે ટ્રક માલીકોને પડતી હાલાકી બંધ કરવાની માંગણી સાથે છેલ્લા પ થી ૬ દિવસથી ચાલી રહેલી હડતાલન કારણે ટ્રકોના પૈડા થંભી જવાથી રાજુલા વિસ્તારના આશરે ૧૫૦૦ જેટલા ટ્રકો બંધ થઇ જતાં ટ્રક માલીકો અને ટ્રક ડ્રાયવરો અને હેલ્પરોની હાલત કફોડી થઇ જવા પામેલ છે. અને છેલ્લા પ દિવસમાં લાખો ‚પિયાનું નુકશાન થયેલ છે. અને ચીજવસ્તુઓની હેરાફેરી થતી અટકી પડતા ભાવ વધારો થવાના એંધાણ વર્તાય રહ્યા છે.

રાજુલા વિસ્તારમાં પીપાવાવમાં પ૦૦ જેટલા ટ્રકો તથા અલ્ટ્રાટેકમાં ૧૦૦૦ જેટલા ટ્રકો છે જે દેશભરમાં આપવામાં આવેલ બંધના એલાનમાં જોડાઇ જતા રોજના ટેકસ ના ૪૫૦ અને ડ્રાયવર હેલ્પરના ૫૦૦ મળીને પર ડે ૧૦૦૦ રૂ. ટ્રકો પડયા રહેતા તેના માલીકો ઉપર ડેમેરેજ ચડી રહ્યું છે. જેથી આ હિસાબે લાખોનું નુકશાન થાય છે ઉપરાંત ભાડા નહી મળતા હોય માલીકો પણ આર્થિક સંકડામણમાં મુકાઇ ગયેલ છે.

આ અંગે પીપાવાવ પોર્ટના ટ્રાસ્પોટર અને ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશન ના પ્રમુખ એવા જીકારભાઇ વાઘ (યાદવ) અને સુરજીત રાવલે જણાવેલ છે કે, અમારી માંગણીઓમાં રોજે રોજ જે ડીઝલ્સના ભાવો વધે છે તેના બદલે છ માસીક કરવા તથા ટોલ ટેકસ માં રાહત આપવી તથા થર્ડ પાર્ટી અને ઇન્સ્યોરન્સ ઉપરથી  જીએસટી નાબુદ કરવો તેમજ ઇ.વે બીલ જે ફરજીયાત છે તે બંધ કરવું કારણ કે આમાં ડ્રાયવરો નો અભાવ હોવાથી ઇ-વે બીલની સમજણ પડી ન હોય જેથી એમાં ફેરફાર કરવાની માંગણી છે.આમ ઉ૫ર મુજબની માંગણીઓ સંતોષાઇ તેવી માંગણી સાથે ઓઇ ઇન્ડીયા ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.ની હડતાલ માં રાજુલાના ટ્રક માલીકો અને ટ્રાન્સપોર્ટરો જોઇ જતા રાજુલાના ઉઘોગ અને દુકાનદારોને પણ ખુબ જ નુકશાન થઇ રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.