Abtak Media Google News

સાવચેતી એજ સલામતિ : ભારતમાં દર કલાકે ૫૫-અકસ્માતો અને ૧૭ લોકોનાં મોત થાય છે

અત્યારે ટ્રાફિક સપ્તાહની ઉજવણી થઈ રહી છે. આપણાં ભારતમાં દરવર્ષે રોડ અકસ્માતમાં લાખો લોકોના મૃત્યું થાય છે.ત્યારે મહામુલી જીંદગી બચાવવાનાં હેતુથી લોકજાગૃતિ  કેળવીને અકસ્માતોમાં ઘટાડો કરવા સતત પ્રયત્નો થતાં રહે છે.દર નવેમ્બરના ત્રીજા રવિવારે વિશ્ર્વ અકસ્માત સંભારણા દિવસ ઉજવાય છે.જેમાં અકસ્માતોમાં મૃત્યું પામેલાને શ્રધ્ધાંજલિ અર્પવામાં આવે છે.

Knowledge Corner Logo

સામાન્ય જનતામાં રોડ સેફટી નિયમોની જાગૃતિ લાવવા -શાળા -કોલેજથી પ્રયાસો કરવા જરૂરી છે. સાથો સાથ હું કોઈ પણ રોડ- અકસ્માત માટે જવાબદાર બનીશ નહી તેવા સંકલ્પો લેવડાવવા જરૂ રી છે.નકકર દિશાનાં પગલામાં નાગરિક તરીકે હું જયા પણ અકસ્માત જોઈશ ત્યાં તુંરત જ મદદ કરવા  દોડી જઈશને ૧૦૮ માં જાતે ફોન કરીને બચાવ કામગીરીમાં જોડાઈશ તેવું કાર્ય સૌ કોઈએ કરવું જરૂરી છે.ઈ.સ. ૧૯૯૫ થી ફેડરેશન ઓફ રોડ/ ટ્રાફિક વિકટીમ્સ નામની સંસ્થાએ વિશ્ર્વ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવે છે.જેને ઓકટોબર ૨૦૦૫ના રોજ સંયુકત રાષ્ટ્રસંઘ- યુ.એન.ની જનરલ એસેમ્બલી દ્વારા વૈશ્ર્વિક સ્વિકૃતિ મળી હતી.

વૈશ્ર્વિક સ્તરે ૯૦ ટકા જીવલેણ માર્ગ અકસ્માતો નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં યોજાય છે.૧૫ થી ૨૯ વર્ષની વયજુથના મૃત્યું થવાનું  મુખ્ય કારણ રોડ અકસ્માત છે. વિશ્ર્વમાં દરવર્ષે રોડ અકસ્માતમાં પાંચ કરોડ વ્યકિતઓ ઈજાગ્રસ્ત, દર મિનિટે માર્ગ અકસ્માત થી બે વ્યકિતના મોત, જયારે દર સેક્ધડે ૧ થી ૨ વ્યકિત ઈજાગ્રસ્ત થાય છે.દર વર્ષે ૧૩ લાખ વ્યકિતનાં મૃત્યું થાય છે.વિશ્ર્વમાં આતંકવાદી પ્રવૃતિઓથી ૨૦૧૬નાં વર્ષમાં ૩૪ હજાર જેટલા મૃત્યું થયા હતા. આમ રોડ અકસ્માતોથી  થતાં મૃત્યું તેના કરતાં ૩૫ ગણા વધું છે.૨૦૩૦ સુધીમાં મોતના કારણોમાં માર્ગ અકસ્માતનું સ્થાન પાંચમાં નંબરનું થઈ જશે.

આપણાં ભારતમાં ૨૦૧૮નાં આંકડા જોઈએ તો ૪૩૬૦૦ ટુ.વ્હિલર વાહન ચાલક મૃત્યું પામ્યાને ૪,૬૧,૪૪૫ માર્ગ અકસ્માતો થયા દરરોજ ૧૩૧૭ રોડ અકસ્માતને કારણે ૪૧૭ મૃત્યું થાય છે.દર કલાકે ૫૫ રોડ અકસ્માતમાં ૧૭ લોકો મૃત્યું પામે છે.જેમાં ૭૨ ટકા તો  ૧૮ થી ૪૫ વર્ષની વયજુથના મોતને ભેટે છે. ટુ વ્હીલર્સના રોડ  અકસ્માતના ૩૩.૯ ટકા અને ૨૯.૮ ટકા મૃત્યું થયા છે.

૨૦૧૯ની વાત કરીએ તો પ્રારંભના દશમહિનામાં ૮૭૬૯ માર્ગ અકસ્માત થયા એટલે કે દરરોજનાં ૬૨ અકસ્માતો!! કુલ ૭૯૯૬ મૃત્યું થયા એટલે ૨૬ વાહન ચાલકો દરરોજ મૃત્યું પામ્યા! રોડ એકિસડન્ટથી  રાજયમાં દર કલાકે બે મૃત્યું થાય છે તો દેશમાં દર કલાકે ૫૫ અકસ્માતો અને ૧૭ લોકોના મોત થાય છે.

રોડ અકસ્માતથી  બચવા સૌએ  અહંકારની વૃતિનો ત્યાગ કરીને આપની ભાવના રાખીને બીજાને નીકલવાનો રસ્તો આપવો, પોતાનો ઈગો છોડીને હેલમેટ -સીટબેલ્ટ બાંધીને ટ્રાફીકનાં નિયમો પાળવા સાથોસાથ તમારૂ  એલફેલ ડ્રાઈવિંગ બીજા માટે આફતરૂ પન બને તેવી કાળજી લેવી જરૂરી છે.અકસ્માતોનાં કારણે ઘરનાં મોભી જીવ ગુમાવે છે. ત્યારે પાછળ તેના સ્વજનોની હાલત દયનીય થતી હોય છે.જેથી ટ્રાફિકના નિયમો પાળીને સુરક્ષિત ડ્રાઈવિંગ કરવાની જરૂરી છે.૧૮ વર્ષ પૂર્ણ થાય પછી જરૂરી લાયસન્સ મેળવીને બાદમાં જ વાહન ચલાવવું જોઈએ, દરેક મા-બાપે પણ સંતાનોને સમજ આપીને સાવચેતીના પગલા ભરવા જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.