Abtak Media Google News

 જામનગર જીલ્લાસહકારી દુધ ઉત્પાદક સંઘ લી.દ્વારા જોડીયા તાલુકાના હડીયાણા ગામની હડીયાણા દુધ ઉત્પાદક સહકારીમંડળી લી.માં દુધ સંપાદન કાર્યવાહી પુન:શ‚આત કરવામાં આવેલ છે. જામનગર જીલ્લામાં ફરી સહકારી ધોરણે પશુપાલકોને સઘ્ધર બનાવવાનાનેમ સાથે જોડીયા તાલુકાના હડીયાણા ગામમાં દુધ મંડળીની શરૂઆત થતા પશુપાલકોમાંઆનંદની લાગણી ઉદભવેલ છે. આવનારા સમયમાં જામનગર જીલ્લાના દરેક ગામમાં આવી મંડળીઓ બનાવવાનીકાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પોતાના ગામમાં પશુપાલકોને પોતાનીસહકારી મંડળી બનાવવા અથવા જાણકારી મેળવવા માટે મો.૭૫૭૩૦ ૦૬૨૮૨પર માહિતી મળી શકશે. જામનગર જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ માંથી પ્રોકયુરમેન્ટ ઓફિસર ભાવેશભાઈ દેસાઈ અને ફિલ્ડ ઓફિસર રાયમલભાઈ રાઠોડ હાજર રહેલ. સ્થાનિક મુકેશભાઈ કાનાણી તથા શામજીભાઈ પટેલ દ્વારા આ મંડળીની કાર્યરત કરવામાં અગત્યની ભૂમિકા ભજવેલ છે. પહેલા દિવસે દુધ લીટર ૩૮ તેમજ સભ્ય ૭ પાસેથી ખરીદ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.