Abtak Media Google News

મિલેટ્રીના એન્ટોનોવ-૨૬ એરક્રાફ્ટમાં ૨૧ આર્મીના જવાનો અને ૭ ક્રુ મેમ્બરો સહિત ૨૮ લોકો હતા

દેશના પૂર્વ ભાગમાં યુક્રેનિયન એરફોર્સ વિમાન નીર ખારકિવન નજીક દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. શુક્રવારે થયેલી પ્લેન કરિશ્મા લશ્કરી કેડેટ્સ સહિતના ઓછામાં ઓછા ૨૨ લોકો માર્યા ગયા છે. જ્યારે અન્ય બે લોકો  ગંભીર રીતે ઘાયલ થયા હતા.   પ્લેન ક્રેશ થવાની ઘટના પર ત્યાંના ગૃહ મંત્રાલયે કહ્યું કે “બાવીસ લોકોનાં મોત નીપજ્યાં છે.”  વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું “હજુ બે એથર લોકોની શોધખોળ ચાલુ છે. આ વિમાનમાં  ૨૧ લશ્કરી વિદ્યાર્થીઓ અને સાત ક્રૂ મેમ્બર સહિતના કુલ ૨૮ મુસાફરો સવાર હતા.  વિમાન ક્રેશ થવાની ઘટના  આઘાતજનક છે. તેમ કહી શોક વ્યકત કરવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું આ ક્ષણે તે અસંભવિત છે  ક્રેશનું કારણ શોધવામાં આવશે.  યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલ્ડોમાઇર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે તેઓ શનિવારે વિમાન ક્રેશ થયેલી જગ્યાની મુલાકાત લેશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે “અમે દુર્ઘટનાના તમામ સંજોગો અને કારણોની તપાસ માટે ઝડપથી  એક કમિશન બનાવી રહ્યા છીએ. જે ઘટનાની સંપૂર્ણ તપાસ કરશે” જે વિશે તેમણે પોતાના  ફેસબૂક પાઈઝ  પર લખ્યું હતું. કે એન્ટોનોવ -૨૬ વિમાન ચુહિવ સૈન્ય હવાઇ મથકથી બે કિલોમીટર દૂર દુર્ઘટના ગ્રસ્ત થયું છે. સ્થાનિક સમય અનુસાર રાત્રીના ૮:૫૦ વાગ્યે ક્રેશ થયું હતું.  દુર્ઘટના બાદ વિમાનને આગ લાગી હતી અને એક કલાક પછી તે કાબૂમાં થઈ ગઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.