Abtak Media Google News

માર્ચસરા નાકે બે મિનિટ મૌન પાળી પીડીતાને ન્યાય મળે તેવી માંગ કરાઈ

દેશભરના લોકોને હચમચાવી દેતી એક માસુમ બાળકી પર દુષ્કર્મ આચરી હત્યાકરીનાખવાના બનાવના પગલે સમગ્ર દેશના લોકોમા રોષની લાગણી પ્રવર્તી છે તેમજ યુ.પી,ગુજરાત મા બનેલા દુષ્કર્મ ના બનાવનેપગલેહળવદમાં પત્રકારો દ્વારા વિરોધ પ્રદર્શન કરી દુષ્કર્મ આચરનાર દોષિતોને કડકમાં કડક સજા થાય તે અનુસંધાને શહેરના સરા નાકે કેન્ડલ માર્ચ યોજી હતી. જેમાં બે મિનિટ મૌન પાળી બળાત્કારનો ભોગ બનેલ પિડિતાઓને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી.

તાજેતરમાં દેશ માં  નાની બાળકી પર દુષ્કર્મ ના દોષિતોને જાહેરમાં સજા આપવા માટે ભારત ભરમાંથી એકી અવાજે સુર ઉઠવા પામ્યો છે.જેને લઈને હળવદ શહેરના સરા નાકે આજરોજ પત્રકારો દ્વારા મીણબત્તી પ્રગટાવી બળાત્કારનો ભોગ બનેલ પિડીતાઓને ન્યાય અપાવવા મૌન પાળી  વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

આ કાર્યક્રમમાં  મેહુલ ભરવાડ, મયુર રાવલ, કિશોર પરમાર, બળદેવ ભરવાડ, દીપક જાની, મહેન્દ્ર મારૂ, જગદીશ પરમાર, પ્રશાન્ત જયસ્વાલ, સુધાકર જાની, હરીશ રબારી, હરેશ પરમાર સહિત પત્રકારો જોડાયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.