મેસેજિંગ એપ Whatsappએ યુઝર્સને વધુ એક ભેટ આપી

206
Technology | Whatsapp
Technology | Whatsapp

દુનિયામાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવતું મેસેજિંગ એપ Whatsappએ યુઝર્સને વધુ એક ભેટ આપી છે. આ ફીચર દ્વારા યુઝર્સ ફોન સ્ટોરેજ માંથી ડિલિટ કરેલી મીડિયા ફાઈલ્સને ફરીથી ડાઉનલોડ કરી શકશે. WABetaInfoની રીપોર્ટ અનુસાર, આ સુવિધા હાલમાં એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ છે અને નવા અપડેટ સાથે મળવા લાગશે.

આ ફીચર યુઝર્સને WhatsAppના એન્ડ્રોઈડ અપડેટ 2.18.113માં મળશે. અત્યાર સુધીમાં દરેક યુઝર્સને આ અપડેટ મળી નથી. જો તમને પણ અપડેટ નથી મળ્યું તો થોડી રાહ જોવી પડશે. એન્ડ્રોઈડ યુઝરને આ સુવિધા જલદી મળશે પરંતુ આ ફીચરનો લાભ લેવા માટે એપલ યુઝર્સને હજુ થોડી વધારે રાહ જોવી પડશે.

સૌથી પહેલા પોતાની એપ્લિકેશનને અપડેટ કરો. હવે વોટ્સએપના સેટિંગ્સમાં જઈને નીચે આવતાં હેલ્પ ઓપ્શનને સિલેક્ટ કરો. આ ઓપ્શન સિલેક્ટ કરતાં જ નવા ઓપ્શન સામે આવશે. હવે એપ ઈન્ફો પર ક્લિક કરો. અહિ ક્લિક કરીને તમે જોઈ શકો છો કે તમે વોટ્સએપનું કયું વર્ઝન વાપરો છો.

નવા ફીચર અનુસાર, જો તમે વોટ્સએપ ફોલ્ડરથી કોઈપણ તસવીર, વિડીયો, વોઈસ મેસેજ જેવા ડિલિટ કરી છે, તો પણ આ ફાઈલ્સને ફરીથી ડાઉનલોડ કરી શકશો. યુઝર્સ ત્રણ મહિના જૂની ફાઈલને પણ વોટ્સએપના સર્વરથી ડાઉનલોડ કરી શકે છે. અહિ તે ફાઈલ પણ જોવા મળશે. જે તમે ડિલીટ કરી છે. હવે જે ફાઈલને ડાઉનલોડ કરવા ઈચ્છો છો તે ફાઈલ ડાઉનલોડ કરી લો.

જો તમે પણ ડિલીટ થયેલા ફોટો, વિડીયો, ઓડિયો ફાઈલ અને ડોક્યુમેન્ટ ફરીથી ડાઉનલોડ કરવા ઈચ્છો છો તો એ ચેટમાં જાઓ જે ચેટની મીડિયા ફાઈલ તમારે ડાઉનલોડ કરવાની છે. તે યુઝરના નામ પર ટેપ કરો. હવે યુઝરના નામ નીચે Media લખેલું દેખાશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

Loading...