લક્ષ્મી વિલાસ બેન્ક અને ડીબીએસનું મર્જર ’લક્ષ્મી’ની ટંકશાળા સર્જશે!

વૈશ્વિક બેન્ક ડીબીએસ સાથે ૯૪ વર્ષ જૂની લક્ષ્મી વિલાસની જમાવટ બેન્કિંગમાં ખાતેદારો માટે અનુકૂળ રહેશે

વર્તમાન સમયે બેન્કિંગ સેક્ટરમાં લક્ષ્મી વિલાસ બેન્ક અને ડીબીએસ બેન્ક વચ્ચેનું મર્જર ચર્ચાસ્પદ બની ગયું છે. અત્યાર સુધીમાં લક્ષ્મી વિલાસ બેન્કની સ્થિતિ થાળે પાડવા જે પ્રયાસો થયા છે તેમાં ડીબીએસ બેન્ક વધુ સહયોગ આપશે. લક્ષ્મી વિલાસ બેન્કમાં લાખોની સંખ્યામાં ખાતેદારો છે આ ઉપરાંત બેંક ૯૦ વર્ષથી વધુ જૂની છે.

લક્ષ્મી વિલાસ બેન્ક ની લાક્ષણિકતા કો-ઓપરેટિવ બેન્ક જેવી છે. કો-ઓપરેટીવ સ્ટ્રક્ચર હોવાના કારણે બેંકની વ્યવસ્થામાં જરૂર મુજબના ફેરફાર થઈ શકતા હોય છે. આ વાતને મર્જર કરનારી બેંક વધુ ધ્યાન રાખે છે.

સામાન્ય રીતે એક પેઢી અન્ય નાની પેઢીને મર્જમાં લે ત્યારે મોટી પેઢી મર્જની પેઢીની લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખે છે. આવી રીતે જો લક્ષ્મી વિલાસ બેન્કમાં કોઇ ખામી હોય તો ડીબીએસ બેન્ક જેવી આંતરરાષ્ટ્રીય બેંક તેને મર્જ લેવા આગળ આવે નહીં. આગામી સમયમાં લક્ષ્મી વિલાસ બેન્ક અને ડીબીએસ બેન્કનુ મર્જર લક્ષ્મીની ટંકશાળા જશે તેવી આશા છે.

રિઝર્વ બેંકે તામિલનાડુની ૯૪ વર્ષ જૂની બેન્ક લક્ષ્મી વિલાસ બેન્કને સંકટમાંથી ઉગારવાની જવાબદારી ટીએન મનોહરનને સોંપી છે.છઇઈંએ લક્ષ્મી વિલાસ બેન્કના બોર્ડને હટાવ્યા બાદ મનોહરને એડમિનિસ્ટ્રેટર નિયુક્ત કર્યા છે. મનોહરને આ અગાઉ સત્યમ કોમ્પ્યુટર્સ સર્વિસ લિમિટેડને સંકટમાંથી ઉગારવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી.

બીજી તરફ લક્ષ્મી વિલાસ બેંકને મોરેટોરિયમ પીરિયડ પર મૂકી દેવામાં આવી છે. મોરેટોરિયમ પીરિયડ લાગુ થતાં જ હવે બેંક ગ્રાહકોને ૨૫ હજારથી વધુ પેમેન્ટ નહીં કરી શકે. આ માટે હવે આરબીઆઈની પરમીશન લેવી પડશે. આરબીઆઈના આદેશ બાદ જ બેંક ૨૫ હજારથી વધુની રકમ ગ્રાહકને આપી શકશે.

મોરેટોરિયમની અવધિના સમય ગાળા દરમિયાન ગ્રાહકો ઉચ્ચ શિક્ષણ ફી, બિમારી કે લગ્ન જેવા કામો માટે ૨૫ હજારથી વધારે રકમ ગ્રાહક કાઢી શકે છે. જોકે, આ માટે આરબીઆઈની મંજૂરી જરૂરી છે.  ૨૦૧૯માં જ લક્ષ્મી વિલાસ બેંકમાં મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ હતી. એ સમયે આરબીઆઈએ લક્ષ્મી વિલાસ બેંક દ્વારા ઇન્ડિયા બુલ્સ ફાયનાન્સ સાથે મર્જરના પ્રસ્તાવને રદ કરી દીધો હતો. સપ્ટેમ્બર ૨૦૨૦થી શેરહોલ્ડરો દ્વારા ૭ ડિરેક્ટર સામે અવિશ્વાસના પ્રસ્તાવ બાદ આરબીઆઈએ મની ક્રાઈસીસની સમસ્યાનો ભોગ બનેલી આ બેન્કને ચલાવવા માટે મીતા માખનની આગેવાની હેઠળ એક ૩ સદસ્યોની કમિટી બનાવી હતી.

સિંગાપોરની ડીબીએસ બેન્કના જોડાણથી કેમ લાભના લડવા ?

સિંગાપુર ડેવલપમેન્ટ બેંક (ડીબીએસ) એ વિશ્વની સૌથી મોટી બેંકિંગ અને નાણાકીય સેવાઓ આપતી કંપનીઓ છે. જ્યારે સંપત્તિની વાત આવે છે ત્યારે તે એશિયા-પેસિફિક ક્ષેત્રની સૌથી મોટી બેંક પણ છે. ઔદ્યોગિક ધિરાણ પ્રવૃત્તિઓને માટે સિંગાપોર સરકારે ૧૬ જુલાઈ, ૧૯૬૮ના રોજ આ બેંકની સ્થાપના કરી હતી. આજે તેની શાખાઓ ૧૦૦થી વધુ સંખ્યામાં વૈશ્વિક છે. ડીબીએસ બેંક એસેટની ગણતરી મુજબ દક્ષિણપૂર્વ એશિયાની સૌથી મોટી બેંક છે. એશિયાની મોટી બેંકોમાં ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ સુધીમાં એસેટ ૮૫૧૮ અબજ ડોલરની કુલ સંપત્તિ છે. ગ્રાહક બેંકિંગ, ટ્રેઝરી અને બજારોમાં એસેટ મેનેજમેન્ટ, સિક્યોરિટીઝમાં આ બેન્ક મજબૂત છે. સિંગાપોર, હોંગકોંગ અને તાઇવાનમાં બ્રોકિંગ, ઇક્વિટી અને ડેબિટ ભંડોળ ઉભું કરવામાં પણ મહત્વની ભૂમિકા રહી છે.

Loading...