Abtak Media Google News

રાજકોટની પાણીની સમસ્યાને કાયમી દેશવટો આપતી ત્રણ મહત્વકાંક્ષી યોજનાઓનું લોકાર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી: હેકેોન-૨૦૧૭નું લોન્ચીંગ

૨૦૧૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે સૌની યોજનાની જાહેરાત કરતા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એવી પાણીદાર ખાતરી આપી હતી કે, સૌરાષ્ટ્રના ૧૧૫ જળાશયોને નર્મદાના નીરી છલકાવી દેવામાં આવશે. બોલીવુડની સુપરહિટ ફિલ્ટ લોક જીભે ચડેલો ડાયલોગ ‘મેરા વચન હી હૈ શાસન’ જાણે નરેન્દ્રભાઈ માટે ર્યા ઠરતો હોય તેમ આજે રાજકોટની મુલાકાત દરમિયાન તેઓએ રાજકોટવાસીઓની પાણીની સમસ્યાના કાયમી દેશવટો આપતી સૌની યોજના સહિત ત્રણ મહત્વકાંક્ષી યોજનાનું લોકાર્પણ કરતા રાજકોટવાસીઓના હૈયે હરખ સમાતો ન હતો.

આજે બપોરે ૪ કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું રાજકોટમાં આગમન યું હતું. રેસકોર્સ ખાતે દિવ્યાંગોને સાધન સહાય વિતરણ અને કેલીપર્સ આપવાનો રેકોર્ડ બનાવ્યા બાદ મહાનાયક આજી ડેમ ખાતે પહોંચ્યા હતા. અત્યાર સુધી રાજકોટને નપાણીયું કહેવામાં આવતું હતું. અને રાજકોટ કાયમી ધોરણે પાણીની હાડમારી વેઠતુ હતું. રાજય સરકારની મહત્વકાંક્ષી એવી સૌની યોજના અંતર્ગત રાજકોટના આજી ડેમને નર્મદાના નીરી છલકાવી દેવાના કામનો આજે વડાપ્રધાનના હસ્તે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મોદીએ આજી ડેમમાં નર્મદા નીરના વધામણા કર્યા હતા અને એક જંગી જાહેર સભા સંબોધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટી સૌની યોજનાની જાહેરાત કરી હતી. જે તબકકાવાર પૂર્ણ ઈ રહી છે. આ યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના ૧૧૫ જળાશયોને નર્મદાના નીરી છલકાવી દેવામાં આવશે. આજે રાજકોટની મુલાકાત દરમિયાન વડાપ્રધાનના હસ્તે નર્મદા અવતરણના વધામણા, સૌની યોજના લીંક-૩ના તબકકા-૧નું કામનું લોકાર્પણ કર્યું હતું. સો સો રાજકોટની જળ સમસ્યા હલ કરવા માટે અન્ય બે મહત્વકાંક્ષી યોજનાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં મહાપાલિકાની માલીકીના એક માત્ર ડેમ એવા જળાશયની ક્ષમતાવર્ધન અને સલામતીકરણના કામનું તા એક ઝોનમાંી બીજા ઝોનમાં પાણી ટ્રાન્સફર કરતી એકસપ્રેસ ફિડર લાઈનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સ્માર્ટ સિટી રાજકોટ હેકાોન-૨૦૧૭નું પણ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે આજી ડેમને નર્મદાના નીરી છલકાવી દેવાના કામનું વડાપ્રધાને લોકાર્પણ કરતા રાજકોટવાસીઓના હૈયે હરખ માતો ન હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.