Abtak Media Google News

તમામ મોરચાના કાર્યકર્તાઓ ઘરે-ઘરે સંપર્ક કરી સદસ્ય નોંધણી કરશે

ભાજપા સંગઠન પર્વ સદસ્યતા અભિયાન-૨૦૧૯ સંદર્ભે રાજકોટ જિલ્લા ભાજપા બક્ષીપંચ મોરચા, અનુ.જાતિ મોરચા, લઘુમતી મોરચા દ્વારા અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા ભાજપા આઈ. ટી. એસ. એમ.ના ઈન્ચાર્જ હિરેનભાઈ જોશી સહિતના આગેવાનો દ્વારા ભાજપા સંગઠન પર્વ  વિષે માહિતી આપવામાં આવી હતી.

Membership-Of-Rajkot-District-Bjp-Bispanch-Scheduled-Caste-Minority-Morcha-Under-Membership-Campaign
membership-of-rajkot-district-bjp-bispanch-scheduled-caste-minority-morcha-under-membership-campaign

આ તકે જિલ્લા બક્ષીપંચ, અનુ.જાતિ લઘુમતી મોરચાના અધ્યક્ષએ સહુનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં આજે પ્રજા સુરક્ષિત છે. ભાજપે તમામ સમાજને રાજકારણમાં જોડીને “સબ સમાજ કો લિયે સાથ મેં, આગે બઢતે જાના” ભાજપાની વિચારધારા જન-જન સુધી પહોંચે અને તેને ભાજપામાં જોડીએ તેમ જણાવ્યું હતું.

Membership-Of-Rajkot-District-Bjp-Bispanch-Scheduled-Caste-Minority-Morcha-Under-Membership-Campaign
membership-of-rajkot-district-bjp-bispanch-scheduled-caste-minority-morcha-under-membership-campaign

આ તકે જિલ્લા બક્ષીપંચ, અનુ.જાતિ, લઘુમતી મોરચાના મહામંત્રીઓએ જણાવ્યું હતું કે, જનસંઘી લઈ ભાજપાની સફરમાં આજે ૧૧ કરોડ સદસ્યતા સાથે વિશ્વમાં  ભાજપા સદસ્યતામાં પ્રથમ ક્રમે છે. જનતા જનાર્દને હંમેશા ભાજપાની વિકાસની રાજનીતિને સ્વીકારી છે. ત્યારે આપણા સમાજના લોકોના શિરે રાષ્ટ્ર ભાવનાની જવાબદારી વિશેષ છે. રાજકોટ જિલ્લાના તમામ તાલુકા અને બુથ સુધી કેન્દ્ર તથા રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓને જન-જન અને ઘર-ઘર સુધી પહોંચાડવા આહવાન કરીને જણાવ્યું હતું કે, જનતા વચ્ચે જઈને ભાજપાના સંગઠન પર્વને ઉજવીને વધુમાં વધુ સદસ્યતા બનાવીને ભાજપાની વિચારધારા સાથે લોકોને જોડીએ. આ તકે આઈ. ટી. એસ. એમ. ના ઈન્ચાર્જ હિરેનભાઈ જોશીએ ઓનલાઈન અને ઓફલાઈન ભાજપામાં સદસ્યોને જોડવા તબક્કાવાર માર્ગદર્શન આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.