Abtak Media Google News

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર શ‚ થઈ છે. બે દિવસથી શ‚ થયેલા વાદળીયા વાતાવરણ વચ્ચે ગઈકાલથી ગુજરાતના વિવિધ ભાગોમાં સતત વરસાદ થઈ રહ્યો છે. જેના પરિણામે ચો-તરફ પાણી વહી નીકળ્યા છે અને નદીઓ બે કાંઠે થઈ છે. ગણતરીના કલાકોમાં જળાશયોમાં ભારે પાણી આવ્યા છે. હજુ થોડા સમય અગાઉ જ આ જળાશયો ખાલીખમ દેખાઈ રહ્યાં હતા. તેવામાં આજે મેઘરાજા મનમુકીને વરસ્તા સર્વત્ર કરી દીધું છે. ઉત્તર ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧ થી ૧૦ ઈંચ વરસાદ થયો છે. જેના પરિણામે જનજીવન અસ્ત-વ્યસ્ત બન્યું છે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે ઉત્તર ગુજરાતમાં પર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના ચાણસમા ગામે ૧૯ મીમી, હરજી ૩૭ મીમી, પાટણ ૨૬ મીમી, રાધનપુર ૨૪ મીમી, સામી ૧૬ મીમી, સાંતલપુર ૩૬ મીમી, સરસ્વતી ૩૧ મીમી, સાકળેશ્ર્વરમાં ૬૩ મીમી અને સીધ્ધપુરમાં ૩૧ મીમી વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયો છે.

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં ૯૫ મીમી, ભાંભરમાં ૨૦ મીમી, દાંતા ૧૩૦ મીમી, કાંતીવાડા ૯૩ મીમી, ડીસા ૧૧૭ મીમી, દિયોધર ૪૦ મીમી, ધાનેરા ૬૦ મીમી, કાંકરેચ ૪૫ મીમી, લાખાણી ૩૫ મીમી, પાલનપુર ૪૭ મીમી, સુઈગામ ૫૬ મીમી, થરાદ ૩૬ મીમી, વડગામ ૪૮ મીમી અને વાવમાં ૧૫ મીમી વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં બનાસકાંઠા જિલ્લાનો સરેરાશ વરસાદ ૬૦ મીમી થયો છે.

આ ઉપરાંત મહેસાણા જિલ્લાના બેચરાજીમાં ૧૪ મીમી, જોટાણા ૨૬ મીમી, કડી ૧૬ મીમી,ખેરાલુ ૩૦ મીમી, મહેસાણા ૩૦ મીમી, સતલાસણા ૪૩ મીમી, ઉંજા ૫૧ મીમી, વડનગર ૨૦ મીમી, વિજાપુર ૩૬ મીમી અને વિસનગરમાં ૩૦ મીમી વરસાદ નોંધાયો છે.

સાંબરકાંઠા જિલ્લાનો છેલ્લા ૨૪ કલાકનો વરસાદ જોઈએ તો હિંમતનગરમાં ૧૫ મીમી, ઈડરમાં ૭૩ મીમી, ખેડબ્રહ્મા ૮૬ મીમી, પોસીના ૧૩૭ મીમી, પ્રાંતિજમાં ૩૦ મીમી, થાલોદમાં ૧૩ મીમી, વિજયનગરમાં ૮૩ મીમી વરસાદ નોંધાયો છે.

બીજી તરફ અરવલ્લ જિલ્લાના બાયડમાં ૧૫ મીમી, ભિરોડા ૪૮, ધનસુરા ૧૫ મીમી, માલપુર ૧૩, મેઘરજ ૧૩ અને મોડાસામાં ૯ મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના કલોલમાં ૧૩૩ મીમી, દહેગામમાં ૮૦ અને ગાંધીનગરમાં ૬૭ મીમી વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયો છે.

ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદના કારણે જળાશયોમાં નવા પાણીની આવક શ‚ થઈ છે. છેલ્લા ૨ દિવસથી સતત વરસી રહેલા મેઘરાજાએ ખેડૂતોને ખુશખુશાલ કરી દીધા છે અને પાણીની તંગીને જાકારો આપ્યો છે. હજુ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની વકીના પગલે તંત્ર દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.