Abtak Media Google News

ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ ૧૨ ઈંચ વરસાદ

કલ્યાણપુરમાં ૧૧ ઈંચ, દ્વારકામાં ૯ ઈંચ, ભાણવડમાં ૮ ઈંચ વરસાદ

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં મેઘ મહેર યથાવત રહી છે. રાજ્યના ૬૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરેરાશ સૌથી વધુ ૧૦ ઈંચ વરસાદ જેમાં ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ ૧૨ ઈંચ વરસાદ, કલ્યાણપુરમાં ૧૧ ઈંચ, દ્વારકામાં ૯ ઈંચ, ભાણવડમાં ૮ ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૮મી જુલાઈ-૨૦૨૦ને સવારે ૭.૦૦ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં ૧૮૩ મી.મી., મુંદ્રામાં ૧૮૧ મી.મી. તથા જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ૧૭૯ મી.મી. એટલે કે ૭ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત કુતિયાણામાં ૧૬૮ મી.મી., નખત્રાણામાં ૧૫૪ મી.મી., માણાવદરમાં ૧૩૯ મી.મી., લાલપુરમાં ૧૨૦ મી.મી., પોરબંદરમાં ૧૧૫ મી.મી. તથા વંથલીમાં ૯૯ મી.મી. મળી કુલ ૬ તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાણાવાવમાં ૯૫ મી.મી., ઉપલેટામાં ૮૮ મી.મી., જામનગરમાં ૮૪ મી.મી., અબડાસામાં ૭૬, કાલાવાડમાં ૭૪ મી.મી., મેંદરડામાં ૬૬ મી.મી., લખપતમાં ૬૦ મી.મી. તથા ધોરાજીમાં ૫૦ મળી કુલ ૮ તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત રાજ્યના અન્ય ૧૫ તાલુકાઓમાં એક ઈચથી વધુ અને અન્ય ૨૬ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.