Abtak Media Google News

૧૫ મીટર ટીપીનો રોડ ખુલ્લો કરાવવા ૨૬ કાચા-પાકા મકાનો પર બુલડોઝર ફેરવી દેવાશે

સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ચોમાસાની સીઝનમાં ચાર માસ દરમિયાન ડિમોલીશનની કામગીરી કરી શકાય તેમ ન હોય. ૧૫મી જુન પહેલા મહાપાલિકાએ ડિમોલીશન માટેની તૈયારીઓ શ‚ કરી દીધી છે. આવતીકાલે શહેરના રૈયાધાર વિસ્તારમાં ટીપીનો રોડ ખુલ્લો કરાવવા માટે મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવશે. જેમાં ૨૬ કાચા-પાકા મકાનો પર બુલડોઝર ફેરવી દેવાશે.

આ અંગે વધુ માહિતી આપતા વેસ્ટ ઝોન કચેરીના એટીપી વિરમ મુંધવાએ જણાવ્યું હતું કે, રૈયાધાર આવાસ યોજના પાછળ આવેલા રૈયા ટીપી સ્કીમ નં.૨૨ના ૧૫ મીટરના ટીપીના રોડને ખુલ્લો કરાવવા માટે આજથી ત્રણ વર્ષ પૂર્વે ૩૬ આસામીઓને બીપીએમસી એકટની કલમ ૬૮ મુજબ નોટિસ ફટકારવામાં આવી હતી. દરમિયાન તાજેતરમાં તમામ આસામીઓને આખરી નોટીસ ફટકારી સ્વૈચ્છાએ ગેરકાયદે બાંધકામ દુર કરવા તાકીદ કરવામાં આવી હતી છતાં બાંધકામ દુર ન કરવામાં આવતા આવતીકાલે વેસ્ટઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ચુસ્ત વિજિલન્સ અને પોલીસ બંદોબસ્ત સાથે રૈયાધાર વિસ્તારમાં ડિમોલીશન હાથ ધરવામાં આવશે. જેમાં ૧૫ મીટરનો ટીપીનો રોડ ખુલ્લો કરાવવા માટે ૨૬ કાચા-પાકા મકાનો દુર કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રૈયાધારમાં આજે ડિમોલીશનની કામગીરી હાથ ધરવાની હતી પરંતુ આજે મહાપાલિકા દ્વારા શહેરના ત્રણેય ઝોન વિસ્તારમાં એક-એક વોર્ડમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે મોટાભાગના અધિકારીઓ આ સેવા સેતુ કાર્યક્રમમાં રોકાયેલા હોવાના કારણે ડિમોલીશન શકય ન હતું. જે હવે આવતીકાલે હાથ ધરાશે. આગામી ૧૫મી જુન સુધીમાં ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ગેરકાયદે બાંધકામો દુર કરવા માટે મોટાપાયે ડિમોલીશનની કામગીરી હાથ ધરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.