સિવિલમાં ઠેર- ઠેર દર્દીના સગા-વ્હાલાના મેળાવડા!!

તંત્રની લાપરવાહીથી કોરોના બોંમ્બ ફૂટવાનું કાઉન્ટડાઉન શરૂ…

હવે સિવિલને તો ભગવાન જ બચાવે!!!

જ્યા કોરોનાની સારવાર થાય છે તે સિવિલ હોસ્પિટલ જ ઘણીધોરી વગરની હાલતમાં છે. હોસ્પિટલમાં કોરોનાના નિયમોનો ઉલાળીયો થઈ રહ્યો છે. અહીં અધિકારીઓ આવે ત્યારે ચકલું પણ ફરકવા દેવાતું નથી બાદમાં કેમ્પસને રામ ભરોષે છોડી દેવામાં આવે છે.

સિવિલ હોસ્પિટલમાં હાલ ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ ઠેર- ઠેર દર્દીઓના સગા વ્હાલના મેળાવડા જોવા મળે છે. જેને કારણે કોરોના વિસ્ફોટ થવાનું જાણે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર થતી હોય તેની આસપાસની જગ્યાને પણ રેડઝોન જાહેર કરવામાં આવ્યું છે તેમ છતાં સિવિલ કેમ્પસની અંદર જ કોવીડ-૧૯ વોર્ડ પાસે જ કોરોનાના નિયમોના ઉલાળીયા થતા નજરે પડે છે જે તંત્રની આબરૂના લીરા ઉડાડે છે.

Loading...