Abtak Media Google News

ગુજરાતની તમામ બેઠકો પરથી બસપા ચૂંટણી લડશે

દેશમાં લોકસભાની ચૂંટણીઓમાં એકબીજાને ભરી પીવા રાજકીય હરિફો ચૂંટણીમાં કોઈ કસર છોડવા તૈયાર ન હોય તેમ ગુજરાતની ૨૬ લોકસભા બેઠકમાં કયાંક ગજ વાગે નહીં તેમ હોવા છતાં બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતી ગુજરાત પ્રત્યેની માયા છોડી શકયા ન હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે બસપના સુપ્રીમનો માયાવતી ૧૭મી એપ્રીલે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સામે જાહેરસભાઓ સંબોધશે તેવી પણ વાત સામે આવી રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષ ગઠબંધનના ગણીતમાં ખૂબજ પાછળ રહ્યું છે. ત્યારે બસપા ગુજરાતની તમામ ૨૬ લોકસભાની બેઠકો ઉપર ઉમેદવારોને ચૂંટણી લડાવશે જેથી આડકતરી રીતે આ જંગમાં ભાજપને ફાયદો થશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે અને બસપાના તમામ ૨૬ ઉમેદવારો ચૂંટણી લડવાથી કોંગ્રેસનો વોટ સેર કપાય તેવું માનવામાં આવી રહ્યું છે.

૨૦૧૪ની ચૂંટણી બસપાએ ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખયા હતા. પરંતુ એકપણ ઉમેદવાર જીત્યો ન હતો. તેવી જ રીતે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ૧૮૨ માંથી ૧૩૮ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા હતા. પરંતુ બસપા ખાતુ ખોલવામાં પણ સફળ રહ્યું ન હતું. કહી શકાય કે ૨૦૧૭માં પક્ષને ૦.૦૬ ટકાના દરે ગુજરાતમાંથી ૦.૦૨ લાખ મતો મળ્યા હતા. ૨૦૧૯ની લોકસભામાં બસપા સ્વાયત રીતે લડશે જેમાં માયાવતી એપ્રીલ ૧૭ના રોજ અમદાવાદમાં સભા સંબોધશે.

ગુજરાત પ્રદેશ પ્રમુખ અશોક ચાવડાએ જણાવ્યું હતું કે, અમને રાજયમાંથી ખુબજ સારા જનાધાર મળી રહ્યાં છે ત્યારે છોટા ઉદેપુરમાં સ્થાનિક ચૂંટણીઓ અને રાજયમાં જિલ્લા અને તાલુકાની બેઠકો ઉપર છેલ્લા ઘણા સમયથી બસપાનો જનાધાર વધતો ગયો છે ત્યારે ગુજરાતમાં બસપાના લાખો કાર્યકરોની પણ નોંધણી કરવામાં આવી છે. કહી શકાય કે બસપાના સેક્રેટરી પરમારે દાવો કર્યો હતો કે, તેઓ તમામ ૨૬ બેઠકો પર પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે અને ઘણા લોકો જાણતા નથી કે બસપા એ જ દેશમાં બુથ લેવલ મેનેજમેન્ટની સ્થાપના કરી હતી.

તેમણે જણાવ્યું કે, બસપા દલીતો માટે જ કામ કરે છે તેવો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે પરંતુ પક્ષ તમામ પછાત વર્ગો માટે કામ કરી રહ્યું છે ત્યારે જોવાનું એ રહ્યું કે, ૧૭ એપ્રીલના રોજ જયારે માયાવતી ગુજરાતમાં સભા સંબોધશે તો તેની અસર કોને થશે તે આવનારો સમય જ જણાવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.